અંબાજીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નાટકો ભજવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 12:17:55
  • Views : 493
  • Modified Date : 2019-08-30 12:17:55

આવનારા દિવસોમાં અંબાજી ખાતે શ્રદ્ધાનો મહાકુંભ યોજાવાનો છે ત્યારે વહીવટી તંત્ર પણ હવે સજ્જ થયું છે. ગુજરાતના પવિત્ર અને મોખરાના યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂર્ણિમાનો મહામેળો આવનારા સમયમાં યોજાઇ રહ્યો છે. ત્યારે વહીવટી તંત્ર અને
પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયુ છે. ત્યારે ૮ સપ્ટેમ્બરથી ૧૪ સપ્ટેમ્બર સુધી ભાદરવી
પૂનમનો મહામેળો અંબાજી ખાતે સાત દિવસ સુધી ચાલવાનો છે ત્યારે વહીવટી તંત્ર તરફથી મેળાને લઈને  વિવિધ ટીમો તૈયાર કરાઈ છે.
અંબાજી ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી અંબાજીના નિર્દોષ વેપારીઓને હેરાન કરવામાં આવ્યા હતા અને  એચડીએફસી બેન્ક પાસે આવેલી નાસ્તાની દુકાનમાં તાજા બનાવેલ નાસ્તો ફેંકી દેવામાં આવ્યો હતો અને
વેપારીઓ સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું.
વેપારીઓનો આરોપ છે કે વર્ષ દરમિયાન ક્યારેય ફૂડ એન્ડ ડ્રગ વિભાગ વાળા ચેકિંગ કરવા આવતા નથી અને મેળાના સાત દિવસ અગાઉ જ અમને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. અંબાજી ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અહીંના  વિવિધના સ્ટોલ ઉપર ચેકિંગ કરવા માટે ગયુ હતુ. આ સાથે કેટલાંક નમૂના પણ લીધા હતા. બનાસકાંઠા કલેકટર, પ્રાંત અધિકારી તાત્કાલિક ધોરણે આ બાબતે અંબાજીના વેપારીઓને હેરાન ન કરાય અને મેળો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય  તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News