નાસાનું ઇનસાઇટ લેન્ડર મંગળ પરનું મિશન પૂર્ણ થયું

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-23 16:25:10
  • Views : 481
  • Modified Date : 2022-12-23 16:25:10

નાસાના ઇનસાઇટ લેન્ડરે અનોખા વિજ્ઞાનને એકત્રિત કર્યાના ચાર વર્ષથી વધુ સમય બાદ મંગળ પર પોતાનું મિશન પૂર્ણ કર્યું છે. નાસા દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.
નાસાએ જણાવ્યું હતું કે સધર્ન કેલિફોર્નિયામાં એજન્સીની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના મિશન નિયંત્રકો સતત બે પ્રયત્નો પછી લેન્ડરનો સંપર્ક કરવામાં અસમર્થ હતા, જેના કારણે તેઓએ તારણ કાઢ્યું હતું કે અવકાશ યાનની સૌર-સંચાલિત બેટરી નાશ પામી છે.
નાસાએ નક્કી કર્યું હતું કે બે પ્રયાસ બાદ જો લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત ન થઇ શકે તો આ મિશન પૂર્ણ થવાની જાહેરાત કરવામાં આવશે, એમ એજન્સીએ જણાવ્યું હતું. નાસાએ બુધવારે જણાવ્યું હતું કે ઇનસાઇટે છેલ્લે ૧૫ ડિસેમ્બરે પૃથ્વી સાથે સંદેશાવ્યવહાર સ્થાપિત કર્યો હતો.
નાસા દ્વારા મંગળના ઉંડા આંતરિક ભાગનો અભ્યાસ કરવા માટે મે ૨૦૧૮ માં ઇનસાઇટની શરૂઆત કરવામાં આવી હતી. તે નવેમ્બર ૨૦૧૮ ના અંતમાં લાલ ગ્રહ પર સલામત રીતે ઉતર્યું હતું.
નાસાના જણાવ્યા અનુસાર, ઇનસાઇટે છેલ્લા ચાર વર્ષમાં લગભગ 1,300 ભૂકંપ શોધી કાઢ્યા છે અને અસંખ્ય વૈજ્ઞાનિક શોધો કરી છે

Download Our B K News Today App



Related News