નાસા માતાના મઢની જમીનનું સંશોધન કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-07 10:23:03
  • Views : 1016
  • Modified Date : 2020-03-07 10:23:03

મંગળ ગ્રહની સપાટી પર મળતું જેરોસાઇટ ખનીજ કચ્છમાં આવેલા આશાપુરાના સ્થાનક માતાના મઢમાં મળી આવ્યું છે જે સાબિત કરે છે કે આ જમીન મંગળ ગ્રહ જેવી જ છે.જેના પગલે હવે દેશની નામાંકિત સંસ્થાના વૈજ્ઞાનિકો આ વિષય પર વધુ સંશોધન કરશે.જેમાં વૈજ્ઞાનિકોનો દાવો એવો પણ છે કે બેસાલ્ટ ટેરેઈનમાં પૃથ્વી પર માતાના મઢ એકમાત્ર એવું સ્થળ છે. જ્યાં જેરોસાઇટ મળી આવ્યું છે. જે અંગે આઈ. આઈ. ટી ખડગપુર,સ્પેશ એપ્લિકેશન રિસર્ચ સેન્ટર (ઈસરો) અને નેશનલ જિયોફિજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદ આ વિષય પર સંયુક્ત અભ્યાસ હાથ ધરશે તેવું જાણવા મળ્યું છે.આમ આ સંશોધનથી તેઓ મંગળ ગ્રહ પર પાણીનું અસ્તિત્વ અને સદીઓ પહેલા વાતાવરણમાં ફેરફાર કારણે મંગળ ગ્રહ પર શું બદલાવ થયા હતા તેના સંશોધન માટે કામે લાગશે. આમ નાસાના વિજ્ઞાનિકો તાજેતારમાં જ અહીં આવ્યા હતા.જેમાં કચ્છ યુનિવર્સીટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના વડા ડો.મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે જ્યા માતાના મઢ ખાતે જેરોસાઇટ ધરબાયેલું છે. નાસાના છ વૈજ્ઞાનિકો તાજેતરમાં સંશોધનને લઈને કચ્છ આવીને ગયા છે.જોકે મંગળ ગ્રહ પર રોવરે લીધેલી ઇમેજને નાસાએ માતાના મઢ ખાતે કરેલું ઈમેજનરીનું પરિણામ સમાન આવ્યું હતું.હવે અનેક સંશોધકો કચ્છના આંટા મારી રહ્યા છે.આઈ.આઈ.ટી ખડગપુરના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના વડા પ્રો.સાઇબલ ગુપ્તાએ અંગ્રેજી માધ્યમને કહ્યું હતું કે આ અભ્યાસથી ભવિષ્યના નાસા અને ઇસરોના મિશન દરમ્યાન કઈ જગ્યાએ લેન્ડિંગ સાઈટ નક્કી કરવી તેના પર માતાના મઢનો અભ્યાસ મહત્વનો સાબિત થશે. આમ જેરોસાઇટ હાઈડ્રોસ સલ્ફેટ ઓફ પોટેશિયમ અને લોહતત્વના ઘટકોથી બને છે તેવું  સેન્ટ લુઈસ સ્થિત વોશિંગટન યુનિવર્સીટીના વિજ્ઞાનીઓએ કહ્યું છે કે માતાના મઢ એ મંગળ ગ્રહની બેસ્ટ મિનરોલોજી એનાલોગ છે.

Download Our B K News Today App



Related News