વાસણ(ધા) ગામના ઠાકોર સમાજની દીકરીએ નર્સિંગમાં બીજો રેન્ક મેળવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-08 11:41:47
  • Views : 494
  • Modified Date : 2019-10-08 11:41:47

કોણ કહે છે કે, દીકરીએ સાપનો ભારો છે. જો રૂઢિગત રીત – રિવાજોને ત્યજીને દીકરીઓને અભ્યાસ માટે પ્રોત્સાહન આપવામાં આવે તો તેઓ પણ ઉચ્ચશિક્ષણ થકી સમાજમાં કંઇક કરી બતાવવાની તાકાત ધરાવે છે. જ્યાં
પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે ઠાકોર સમાજના ૫૦૦ ઘરોમાં સૌ પ્રથમવાર એક દીકરીએ ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગમાં પ્રથમ વર્ષમાં બીજો રેન્ક પ્રાપ્ત કરી ગામ અને પરિવારને ગૌરવ અપાવ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં
ઠાકોર સમાજની દીકરીઓ હવે અભ્યાસમાં આગળ ધપી રહી છે. જેની પાછળ તેમના માતા- પિતા અને પરિવારને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા પડે. કારણ કે, ઠાકોર સમાજના જુના રૂઢીગત રીત- રિવાજો જોઇએ તો મોટાભાગના માતા- પિતા દીકરીઓને અભ્યાસ કરાવવામાં માનતા ન હતા. ધોરણ આઠ કે દસ સુધી અભ્યાસ કરાવવામાં આવતો હતો. જોકે, વર્તમાન સમયે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. જેમાં પણ સમાજમાં શિક્ષિત માતા- પિતા જુના રિત- રિવાજોને તિલાંજલી આપી દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપતા થયા છે. જેના કારણે ઠાકોર સમાજની દીકરીઓ શિક્ષિકાથી લઇ મામલતદાર, ધારાશાસ્ત્રીની પોસ્ટ ઉપર નોકરીઓ કરી રહી છે. તેમજ આ ક્ષેત્રે પહાંચવા માટે અનેક દીકરીઓનો અભ્યાસ પણ ચાલુ છે. જેમાં પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામની દીકરીએ ગામમાં ઠાકોર સમાજના ૫૦૦ ઘરોમાં સૌ પ્રથમ વખત ઉચ્ચ અભ્યાસ કરી કોલેજમાં બીજો રેન્ક મેળવ્યો છે. ગામના લક્ષ્મણજી વાલજીજી ઠાકોર જેઓએ માહિતી ખાતામાં નોકરી મેળવી હતી. જેમણે શિક્ષણનું મહત્વ સમજતાં તેમના બે પુત્રોને ઉચ્ચ શિક્ષણ આપતાં મુકેશ ઠાકોર (માસ્ટર ઓફ જર્નાલિજમ એન્ડ માસ કોમ્યુનિકેશન, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ)  જિલ્લાના સીનિયર રીપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે નાનો પુત્ર મહેશ ઠાકોર પાલનપુરની પ્રતિષ્ઠિત વિવિધલક્ષી વિદ્યામંદિરમાં ફરજ બજાવે છે. દરમિયાન મુકેશભાઇએ તેમની દીકરી ભારતીને ઉચ્ચ શિક્ષણ આપતાં દીકરીએ ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગમાં એ. એન. એમ.નો કોર્ષ પૂર્ણ કર્યો છે. ધોરણ એકથી ૧૨ સુધી એકથી બે ક્રમાંક મેળવતી દીકરીએ ડીસાની કોલેજમાં એ. એન. એમની બીજા વર્ષની પરીક્ષા આપી છે.  જ્યારે પ્રથમ વર્ષમાં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કરી વાસણ (ધા) ગામના ઠાકોર સમાજના ૫૦૦ ઘરોમાં સૌ પ્રથમ આ સન્માન અપાવી પાલનપુર ચોવીસી ઠાકોર સમાજ તેમજ ગામનું નામ સમગ્ર ઠાકોર સમાજમાં રોશન કર્યુ છે

Download Our B K News Today App



Related News