સિદ્ધપુરના ન‹સગ કોલેજ સખી મતદાન કેન્દ્ર ખાતે મહિલા કર્મચારીઓએ ગૌરવભેર કામગીરી બજાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-24 06:40:08
  • Views : 452
  • Modified Date : 2019-04-24 06:40:08

જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા
પાટણ સંસદીય મતદાર વિભાગમાં ૩૩ પોલીંગ બુથને સખી મતદાન કેન્દ્રબનું નામાભિમાન કરી આવા મતદાન કેન્દ્રમનું સર્વાંગ સંચાલન મહિલા અધિકારી-કર્મચારીઓને સુપ્રત કરી મહિલા સશકિતકરણનો રાહ ચીંધ્યો છે.
પાટણ સંસદીય મતદાર વિભાગમાં ૧૧-વડગામ,
૧૫-કાંકરેજ, ૧૬-રાધનપુર, ૧૭-ચાણસ્માઝ, ૧૮-પાટણ, ૧૯-સિધ્ધવપુર અને
૨૦-ખેરાલુમાં આવા મહિલા કર્મચારીઓ સંચાલિત મતદાન કેન્દ્રોર મતદારોમાં ઝાઝું આકર્ષણ જમાવી શકયા હતા. માહિતી વિભાગ, પાટણની ટીમે ૧૯-સિદ્ધપુર વિધાનસભા મતદાર વિભાગની સિદ્ધપર હાઈવે પરની શેઠશ્રી મગનલાલ પ્રભુદાસ ન‹સગ શૈક્ષણિક સંકુલના ૨૧૨ સખી મતદાન કેન્દ્રપની મુલાકાત લીધી હતી. આ એક આદર્શ અને નમુનારૂપ મતદાન કેન્દ્રણ હતું. જયાં પ્રિસાઇડીંગ ઓફિસરથી લઇ
પોલીંગ કર્મચારી તરીકે મહિલા કર્મચારીઓ ખુબ ઉત્સાહ, ખંત અને જવાબદારી પૂર્વક પોતાના કર્તવ્યનું શ્રેષ્ઠી નિવર્હન કર્યું હતું.
મતદાન કેન્દ્રરના પ્રીસાઇડીંગ ઓફિસર તરીકે સેવારત  પિન્કીબેન પટેલે મીડિયા ટીમને કહ્યું કે આ એક વિશિષ્ટન પ્રકારની કામગીરી અને અભિજાત અનુભવ છે. એક ટીમ તરીકે તમામ કર્મચારીઓ ખુબ ચીવટ અને ઉત્સાદહથી કામ કરે છે.
મહિલા કર્મચારી સંચાલિત મતદાન કેન્દ્રેમાં અંજનાબેન
પટેલ, દિપીકાબેન પટેલ,
ચંદ્રીકાબેન પટેલ, કામિનીબેન પટેલ તથા શોભનબેન પટેલે તેમની ફરજદારીને ખુબ ઉમદા રીતે અદા કરી સૌના ધન્ય વાદ પ્રાપ્તન કર્યા હતા.


Download Our B K News Today App



Related News