AMCની મંજૂરી વિના કોરોનાના દર્દીની સારવાર કરતી નરોડાની આત્મીય હોસ્પિટલ સીલ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-10 11:43:04
  • Views : 305
  • Modified Date : 2020-12-10 11:43:04

ઉત્તર ઝોનના નરોડા વિસ્તારમાં આવેલી આત્મીય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે મ્યુનિ.અને મંજૂરી નહીં આપી હોવા છતાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવતાં હોસ્પિટલની એડમિનિસ્ટ્રેશન ઓફિસ સીલ કરી દેવામાં આવી છે. અહીં દાખલ કરવામાં આવેલા 13 દર્દીઓને અન્ય કોવિડ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મ્યુનિ. હેલ્થ વિભાગને બુધવારે બપોરે આત્મીય હોસ્પિટલ વિના મંજૂરીએ ચાલતી હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે આસિસ્ટન્ટ કમિશનર અને ડેપ્યુટી હેલ્થ ઓફિસરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, આ હોસ્પિટલમાં કોરોના માટેના એન્ટિજન કે આરટીપીસીઆર ટેસ્ટથી પોઝિટિવ આવેલા દર્દીઓને દાખલ કરાતા ન હતા પરંતુ હાઈ રિઝોલ્યુશન કમ્પ્યૂટરાઈઝ ટોમોગ્રાફી ટેસ્ટ (એચઆરસીટી)ના આધારે કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવતા હતા અને તેમની સારવાર પણ કરાતી હતી. જેના પુરાવા પણ મળ્યા હતા. આ ઉપરાંત દર્દીના ટ્રીટમેન્ટ શીટની તપાસ કરતાં તેમાં રેમડેસિવિર ઈન્જેકશન અપાયું હોવાનું સ્પષ્ટ થયું હતું. વધુમાં હોસ્પિટલના ફોર્મ સીમાં 6 બેડની ક્ષમતા હતા જ્યારે તેના કરતાં વધુ દર્દીઓને દાખલ કરાતા હોસ્પિટલ સીલ કરાઈ છે.

છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના નવા 269 કેસ નોંધાયા હતા અને વધુ 8 દર્દીના મૃત્યુ થયા હતા. જ્યારે 275 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કેસની સમીક્ષાને આધારે નવા 4 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા. બીજી બાજુ અમદાવાદ જિલ્લામાં પણ 11 કેસ નોંધાયા હતા.

Download Our B K News Today App



Related News