નર્મદા ડેમના ફરી 11 દરવાજા ખોલાયા, 10 જેટલા ગામોની અવર-જવર બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-18 11:29:15
  • Views : 445
  • Modified Date : 2019-08-18 11:29:15

ગુજરાતની જનતા માટે સારા સમાચાર છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વિક્રમજનક સ્તરે પહોંચી છે. જ્યારે પાણીની આવક થતા ડેમના 11 દરવાજા ખોલવામાં આવ્યા છે.

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં ડેમમાં 3 લાખ 41 હજાર 173 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમમાંથી 2 લાખ 5 હજાર 375 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. ડેમની સપાટી વધીને 132.59 મીટરે પહોંચી છે. પાણીની આવક થતા ડેમના 11 દરવાજા ખોલવામાં આવ્યા છે. 
 જ્યારે નદીમાં પાણીની આવતા કેવડિયાનો ગોરા બ્રિઝ ડૂબ્યો છે. પાણીની આવક થતા આસપાસના 10 જેટલા ગામ પણ સંપર્ક વિહોણા બન્યા છે. હાલમાં રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યા છે અને કેનાલમાં હેડ પાવર હાઉસના 3 ટર્બાઈન ચાલુ કરાયા છે.

1 મહિનામાં નર્મદા ડેમના 139 મીટર ભરવામાં આવશે

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વિક્રમજનક સ્તરે પહોંચી છે. સરદાર સરોવરની જળ સપાટી 132.59 મીટરને પાર કરી ગઈ છે. ત્યારે કેવડિયા ખાતે ગઇકાલે કાર્યક્રમમાં CM રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, 138 મીટરની ઊંચાઈ સુધી પાણી ભરવામાં NCAની સંમતિ જરૂરી નથી. તેમજ ટેકનીકલ અભિપ્રાય સાથે તકેદારી રાખીને 138 મીટર સુધી પાણી ભરવામાં આવશે.વધુમાં તેમણે કહ્યું કે, અગાઉ ડેમમાં 131 મીટરની સપાટી સુધી પાણી ભરવા નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ મંજૂરી આપી હતી. હાલ નર્મદા બંધનું કામ પૂર્ણ થઈ ગયું છે. આથી 131થી 139 મીટર સુધી પહોંચવા માટે તબક્કાવાર ડેમ ભરવાનો છે. 139 મીટર સુધીનું બાંધકામ નવું હોવાના કારણે તબક્કાવાર ડેમ ભરવાનો છે. આગળના 1 મહિનામાં નર્મદા ડેમને 139 મીટર સુધી ભરવાનું આયોજન છે. જો મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હજુ વરસાદ પડે તો 139 મીટર સુધી ડેમ ભરાશે.

Download Our B K News Today App



Related News