સરહદી ગામોમાં નર્મદા કેનાલનું પાણી નહીં મળતાં ખેડૂતોની ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-30 12:38:33
  • Views : 384
  • Modified Date : 2019-11-30 12:38:33

વાવ તાલુકાના છેવાડાના ગામડાઓના ખેડૂતોને હજીસુધી પૂરતું નર્મદા કેનાલનું પાણી મળતું ન હોવાથી ખેડૂતો વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ નિવાડો આવતો નથી. જેને લઇ વાવ તાલુકાના સરહદી 10 ગામોના આશરે 100 જેટલા ખેડૂતો દ્વારા થરાદ નર્મદા કેનાલની કચેરીએ પાણી માટે રજૂઆત કરી હતી. જેમાં તાત્કાલિક પાણી નહીં છોડાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.આમ વાવ તાલુકાના સરહદી ગામો જેવાકે માવસરી,કારેલી,ગામડી,ચોથારનેસડા, ચંદનગઢ,બાલુત્રી,રાધાનેસડા,આકોલી,જોરડીયાળી ગામોના ખેડૂતો દ્વારા કેનાલમાંથી પુરતું પાણી ન મળતાં તંત્રને વારંવાર રજૂઆતો કરી છતાં કોઇ નિવેડો ન આવતાં આશરે 100 જેટલા ખેડૂતોએ શુક્રવારે થરાદ નર્મદા કચેરીએ પાણી ન મળતા રજુઆત કરવા પહોંચ્યા હતા.જેમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે ‘નર્મદાના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં પૂરતું પાણી છોડવામાં આવતું નથી. નર્મદા કેનાલના અધિકારીઓ ખેડૂતોને રમાડી રહ્યા છે. જેમાં અમને પૂરતું પાણી નહિ મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.’આમ સરહદી ગામોમાં પાણી ન મળતાં વાવ તા.કોંગ્રેસ પ્રમુખની જળસમાધીની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.જેમાં વાવ, સુઇગામ, ભાભર તાલુકાના સરહદી ગામો જેવા કે કુંડાળીયા, રાધાનેસડા, ચોથારનેસડા, કારેલી, ગામડી, સોનેથ, બેણપ, ચાળા સહિત ગામોમાં નર્મદા કેનાલના પાણી મળ્યા નથી. તેમાં પણ વેજપુર કેનાલમાં હજીસુધી પાણી છોડ્યું નથી. ત્યારે વાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઠાકરશીભાઈ રબારીએ વધુમાં જણાવ્યું હતું કે ‘નર્મદા કેનાલના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં છેવાડાના ગામડાઓમાં પાણી મળતું નથી. જેમાં જો  રવિવાર સાંજ સુધી પાણી નહિ પહોંચે તો ખેડૂતો સાથે સોમવારે જળસમાધિ લઇશ.’

Download Our B K News Today App



Related News