નર્મદા ડેમનું પાણી ફરીથી દાંતીવાડા ડેમમાં નખાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-29 17:17:28
  • Views : 1455
  • Modified Date : 2019-08-29 17:17:28

વર્ષોથી કોરી પડી રહેલી સુજલામ સુફલામ કેનાલને કિલોમીટરો સુધી રિચાર્જ કરી ફરી દાંતીવાડા ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે. કેનાલમાં ખેડૂતોની વધતી મંગણીઓને ધ્યાનમાં રાખી રામપુરથી નીર વહેતા કરાયા હતા.રિચાર્જથી ત્રણ તાલુકામાં પાણીના તળ ઊંચા આવે  સરકારના નિર્ણયો યોગ્ય અને બધાને લાભ મળે તેવા છે.
 નર્મદા નદીમાં વહી જતું પાણી સરકાર દ્વારા 500 કરોડના ખર્ચે બનેલી પાઇપ લાઈન મારફતે દાંતીવાડા ડેમમાં નાખવામાં આવ્યું હતું અને ત્યારે સંસદ પરબતભાઈ પટેલ દ્વારા પાણીના વધામણાં કરાયા હતા અને ત્રણ દિવસ બાદ પાણી દાંતીવાડા ડેમમાં આવતું બંધ થયું હતું, જેથી લોકો દ્વારા કરોડોના ખર્ચે બનેલી પાઇપ લાઇનને લોભામણી ગણાવવામાં આવી હતી.પરંતુ ગત રોજ ફરી ડેમમાં પાણી શરુ કરાયું છે તારીખ 11 થી 14/8 સુધી પાણી ડેમમાં નાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ ખેડૂતોની વધતી માંગણીઓને ધ્યાનમાં લઈને રામપુરાથી 328 કિલોમીટર જેટલા અંતરમાં વર્ષોથી કોરી પડેલી સુજલામ સુફલામ કેનાલમાં પાણી વહેવડાવી કેનાલને રિચાર્જ કરાઈ છે. કાંકરેજ, લાખણી, થરાદ તાલુકાના પાણીના તળ ઊંચા આવે હાલમાં પણ 190 ક્યુસેક પાણી કેનાલમાં વહેવાનું ચાલુ છે અને 110 કયુસેક પાણી દાંતીવાડા ડેમમાં શરુ કરાયું છે

Download Our B K News Today App



Related News