થરાદની નર્મદા કેનાલ બની મોતની કેનાલ : આજાવાડા નજીક કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-31 13:59:32
  • Views : 299
  • Modified Date : 2022-01-31 13:59:32

 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નર્મદા કેનાલમાં મૃતદેહો મળી આવે છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં છેલ્લા એક વર્ષમાં લોકો નજીવી બાબતમાં આવેશમાં આવી જઈ આત્મહત્યા જેવી ઘટનાને અંજામ આપી રહ્યા છે મોટાભાગે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને સમયસર પાણી મળી રહે તે માટે બનાવેલી નર્મદા કેનાલમાં મહિનામાં સાથે વધુ વાર આત્મહત્યા અથવા તો હત્યા કરેલી લાશો મળી આવે છે ત્યારે આજે વધુ એક યુવકની લાશ થરાદના આજાવાડા ગામ નજીકથી મળી આવી હતી.બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ ભોરડું ગામના પ્રવીણભાઈ દવે બે દિવસ અગાઉ ઘરેથી કોઈપણ જાણ કર્યા વગર નીકળી ગયા હતા.જે બાદ પરિવાર દ્વારા 2 દિવસથી શોધખોળ ચાલુ હતી પરંતુ પ્રવીણભાઈ મળી આવ્યા ન હતા.ત્યારે આજે સવારે થરાદ તાલુકાના આજાવાડા ગામ પાસેથી લોકો પસાર થઈ રહ્યા હતા તે સમયે મેન કેનાલ માં અજાણ્યા યુવકની લાશ જોવા મળી હતી જે બાદ આ અંગેની જાણ સ્થાનિક લોકોએ આજુબાજુના લોકોને કરી હતી જે બાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની લાશને પાણીમાંથી બહાર નીકળી હતી આ ઘટના બનતા થરાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને યુવકની તલાશી લેતા તેના પાકીટમાં રહેલ આ ડોક્યુમેન્ટ માં થી તેની ઓળખ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટના બાદ પોલીસે મૃતક પ્રવીણભાઈ દવે ની લાશ ને તેમના પરિવારને સોંપવામાં આવી હતી આ ઘટના બનતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા.

Download Our B K News Today App



Related News