રાજકારણમાં પ્રવેશ નહીં કરે નરેશ પટેલ, કહ્યું સમય અને સંજોગ શું કરાવે તે નક્કી ન હોય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-16 12:40:13
  • Views : 230
  • Modified Date : 2022-06-16 12:40:13

છેલ્લાં કેટલાંય સમયથી નરેશ પટેલને લઇને ગુજરાતના રાજકારણમાં કેટલીક અટકળો ચાલતી આવી છે. જેનો આજે અંત આવ્યો છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, 'રાજકારણમાં પ્રવેશ કરવાનો મારો નિર્ણય હું હાલ પૂરતો મોકૂફ રાખું છું. જો હું કોઈ પાર્ટીમાં જોડાઉ તો એક જ પાર્ટીનો થઈ જાઉં, દરેક સમાજની ચિંતા ન કરી શકું.' વધુમાં જણાવ્યું કે, 'દરેક રાજકીય પક્ષ, સર્વ સમાજના ભાઈ-બહેનો અને મીડિયાનો આભાર માનું છું.'

અગાઉ રાજકારણમાં જોડાઇશ કે નહીં તે અંગે જાહેરાત કરવાનું કહ્યું હતું

ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસો અગાઉ નરેશ પટેલે પાટીદાર નેતાઓ સાથે 45 મિનિટ સુધી બેઠક કરી હતી. ખોડલધામમાં યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલ, પાટીદાર નેતા દિનેશ બાંભણિયા,પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ, યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવા, રાજકીય પ્રવેશ, હાર્દિક પટેલના રાજકારણ વગેરે મહત્વના મુદ્દે ચર્ચા થઈ હતી. આ દરમિયાન નરેશ પટેલે જણાવ્યું હતું કે, 'મારે રાજકારણમાં જવું કે નહીં અને કયા પક્ષમાં જોડાવું તે આગામી દિવસોમાં વધુ ચર્ચા બાદ જાહેર કરીશ.'

 

નરેશ પટેલ પોતે જ પોતાનો નિર્ણય જાહેર કરશે: કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા

કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ અગાઉ નરેશ પટેલને લઇને મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ અંગેનો જવાબ હું નહી આપી શકું. નરેશ પટેલ પોતે જ પોતાનો નિર્ણય જાહેર કરશે. નરેશ પટેલ સાથે ગઇ કાલે 2 કલાક ચર્ચા કરી હતી.'

 

 

 

Download Our B K News Today App



Related News