નરેશ પટેલનું રાજકારણને દૂરથી 'સલામ': રાજકોટમાં યોજાઈ ખાસ બેઠક, આ તારીખે કરશે મોટી જાહેરાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-15 13:08:17
  • Views : 212
  • Modified Date : 2022-06-15 13:08:17


 


 ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઢોલ ઢબુકવા લાગ્યા છે અને સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી નરેશ પટેલ કયા રાજકીય પક્ષમાં જોડાશે તેની લાંબા સમયગાળાથી ચાલી રહેલી ચર્ચાનો આખરે અંત આવ્યો છે, સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે, ખોડલધામના પ્રમુખ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ હવે ગુજરાતની સક્રિય રાજનીતિમાં જોડાશે નહીં.


 


નરેશ પટેલ રાજનીતિમાં નહીં જોડાય 


મળતી વિગત પ્રમાણે, રાજકોટમાં નરેશ પટેલ અને ખોડધામના ટ્રસ્ટીઓની એક બેઠક યોજાઈ હતી જેમાં નરેશ પટેલના રાજકારણ પ્રવેશને લઈને મંથન કરવામાં આવ્યું હતું. આ મંથન બાદ સૂત્રો દ્વારા મળેલી વિગત મુજબ પાટીદાર આગેવાન નરેશ પટેલ રાજનીતિમાં સક્રિય રાજનીતિમાં જોડાશે નહીં. નરેશ પટેલ પોતાનો નિર્ણય આગામી ગુરૂવારે(16 જૂનના) સત્તાવાર રીતે જાહેર કરી શકે છે.


થોડા દિવસ પહેલા એક કાર્યક્રમમાં નરેશ પટેલ હતા પાટીલ સાથે


રાજકોટમાં એક ખાનગી જીમના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં સી આર પાટીલ અને ખોડલધામના નરેશ પટેલ એક સાથે જોવા મળતા અનેક અટકળો સેવાઈ રહી છે. નરેશ પટેલ ક્યારે અને કઈ રાજકીય પાર્ટીમાં જોડાશે તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે ત્યારે આ અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમને રાજકીય રંગ ના આપવો જોઈએ.. કઈ પાર્ટીમાં જવું તેવો હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. અને આગામી એક સપ્તાહમાં તમામ અટકળોનો અંત આવશે તેવું નરેશ પટેલે જણાવ્યું હતું.પૂર્વ કોર્પોરેટર મુકેશ રાદડીયા દ્વારા સમુહ લગ્નનું આયોજન કરાયું છે જેમાં પણ બંન્ને હાજરી આપી હતી.આ પહેલા પણ ઘણી વખત સામાજિક કાર્યક્રમોમાં સી આર પાટીલ અને નરેશ પટેલની મુલાકાત થઈ ચૂકી છે. 


નરેશ પટેલે ક્યા જવું તે તેણે નક્કી કરવાનુ છેઃ મોકરિયા


નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઇને રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાએ મહત્વનું નિવેદન આપ્યું. તેઓએ  આ અંગે વાત કરતા જણાવ્યું કે  તેઓ બિઝનેસ સાથે જોડાયેલા છે. સામાજિક કાર્ય કરી રહ્યા છે તે બરાબર છે. બાકી નરેશ પટેલે જે પક્ષમાં જવુ હોય ત્યાં જઇ શકે છે. કોઇ રોકી ન શકે તમેને. તેઓ સ્વતંત્ર છે. નરેશ પટેલે કયા પક્ષમાં જવુ તે તેમણે નક્કી કરવાનું હોય છે.  


ભાજપના નેતાઓ સાથે દેખાયા હતા 


કોંગ્રેસમાં જોડાવાની અટકળો વચ્ચે નરેશ પટેલ થોડા સમય પહેલા ભાજપના નેતાઓ સાથે દેખાયા હતા. રાજકોટના રિબડામાં ભાગવત કથાનો કાર્યક્રમ હતો. જેમાં મોટા-મોટા અગ્રણીઓ સામેલ થયા હતાં. આ કાર્યક્રમમાં મોહન કુંડારિયા, પ્રદિપસિંહ અને કુંવરજી બાવળિયા એક સાથે દેખાયા હતાં. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ સાથે જોવા મળતા એકવાર ફરી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.


 


 


 


Download Our B K News Today App



Related News