અદાર પૂનાવાલા, AIIMSના ડિરેક્ટર ગુલેરિયા અને સફાઈકર્મી મનીષ કુમારને વેક્સિન અપાઈ, ડો. મહેશ શર્મા વેક્સિન લેનાર પહેલા સાંસદ બન્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-16 15:23:25
  • Views : 236
  • Modified Date : 2021-01-16 15:23:25

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 11.05 વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના વેક્સિનેશનની શરૂઆત કરી. આ પહેલા 35 મીનિટના ભાષણમાં તેમણે કહ્યું કે, વેક્સિન ઘણા ઓછા સમયમાં આવી ગઈ છે. આજના દિવસની જ રાહ જોવાઈ રહી હતી, કોરોનાની વેક્સિન આવી ગઈ છે.પહેલા તબક્કામાં 3 કરોડ લોકોને વેક્સિનેટ કરાશે. દુનિયાના 100 દેશોની તો આટલી વસતિ પણ નથી.તો આ તરફ સીરમના CEO અદાર પૂનાવાલા, એઈમ્સના ડિરેક્ટર ડો. ગુલેરિયા અને એઈમ્સના સફાઈ કર્મી મનીષ કુમારને વેક્સિન અપાઈ છે.અદાર પૂનાવાલાએ કહ્યું કે, મારા માટે ગર્વનો વિષય છે કે કોવીશીલ્ડ આ વેક્સિનેશન અભિયાનનો ભાગ છે. મેં મારા કર્મચારીઓ સાથે પોતે પણ વેક્સિન લીધી છે.

    પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાની વેક્સિન વિકસીત કરવા માટે વૈજ્ઞાનિકોએ તનતોડ મહેનત કરી છે. તેમણે કહ્યું કે, આવા જ દિવસ માટે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરે કહ્યું હતું કે, માનવી જ્યારે જોર લગાવે છે તો પથ્થર પાણી બની જાય છે.દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. જેના માટે હું સૌને શુભેચ્છા પાઠવું છું.દેશને સંબોધિત કરતી વખતે મોદી ભાવુક પણ થઈ ગયા. કહ્યું કે, આપણને બચાવવા માટે ઘણા લોકોએ પ્રાણ સંકટમાં નાખ્યા. ઘણા લોકો ઘરે પાછા નથી આવ્યા. હવે સ્વાસ્થ્ય સેવા સાથે સંકળાયેલા લોકોને વેક્સિન લગાવીને એક પ્રકારે સમાજ પોતાનું ઋણ ચૂકવી રહ્યો છે.

  આપણે તાળી-થાળી અને દીપ પ્રગટાવીને દેશના આત્મવિશ્વાસને જાળવી રાખ્યો. કોરોનાને અટકાવવાની સૌથી પ્રભાવી રીત આ જ હતી કે જે જ્યાં હતું ત્યાં જ રહે. પણ દેશની આટલી મોટી વસતિને બંધ રાખવી સરળ ન હતી. તેની અર્થવ્યવસ્થા પર શું અસર થશે, એ પણ અમારી ચિંતા હતી, પરંતુ અમે વ્યક્તિના જીવનને પ્રાથમિકતા આપી.

  30 જાન્યુઆરીએ ભારતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો. પરંતુ તેના બે સપ્તાહ પહેલા જ ભારત હાઈલેવલ કમિટિ બનાવી ચૂક્યો હતો. 17 જાન્યુઆરી 2020ના રોજ અમે પહેલી એડવાઈઝરી જાહેર કરી દીધી હતી. ભારત એવા દેશોમાં સામેલ હતો. જેમને સૌથી પહેલા એરપોર્ટ પર યાત્રિઓનું સ્ક્રીનિંગ શરૂ કરી દીધું હતું. કોરોના વિરુદ્ધ લડાઈમાં ભારતમાં જે સામૂહિક શક્તિનું પ્રમાણ જણાવાયું છે, તેને આવનારી પેઢીઓ યાદ કરશે.

Download Our B K News Today App



Related News