અદાર પૂનાવાલા, AIIMSના ડિરેક્ટર ગુલેરિયા અને સફાઈકર્મી મનીષ કુમારને વેક્સિન અપાઈ, ડો. મહેશ શર્મા વેક્સિન લેનાર પહેલા સાંસદ બન્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-16 15:01:33
  • Views : 245
  • Modified Date : 2021-01-16 15:01:33

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 11.05 વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના વેક્સિનેશનની શરૂઆત કરી. આ પહેલા 35 મીનિટના ભાષણમાં તેમણે કહ્યું કે, વેક્સિન ઘણા ઓછા સમયમાં આવી ગઈ છે. આજના દિવસની જ રાહ જોવાઈ રહી હતી, કોરોનાની વેક્સિન આવી ગઈ છે.પહેલા તબક્કામાં 3 કરોડ લોકોને વેક્સિનેટ કરાશે. દુનિયાના 100 દેશોની તો આટલી વસતિ પણ નથી.તો આ તરફ સીરમના CEO અદાર પૂનાવાલા, એઈમ્સના ડિરેક્ટર ડો. ગુલેરિયા અને એઈમ્સના સફાઈ કર્મી મનીષ કુમારને વેક્સિન અપાઈ છે.અદાર પૂનાવાલાએ કહ્યું કે, મારા માટે ગર્વનો વિષય છે કે કોવીશીલ્ડ આ વેક્સિનેશન અભિયાનનો ભાગ છે. મેં મારા કર્મચારીઓ સાથે પોતે પણ વેક્સિન લીધી છે.


Download Our B K News Today App



Related News