સુરતમાં સાધિકા સાથેના દુષ્કર્મમાં આજીવન કેદની સજા ભોગવતા નારાયણ સાંઈ 14 દિવસના ફર્લો પૂર્ણ થતાં લાજપોર જેલમાં લવાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 15:39:59
  • Views : 249
  • Modified Date : 2020-12-19 15:39:59

    સાધિકા સાથે દુષ્કર્મ મામલે આજીવન કારાવાસ ભોગવી રહેલા નારાયણ સાંઈને આજે 14 દિવસનો ફ્લો પૂર્ણ થતા પોલીસ જાપ્તા સાથે અમદાવાદથી સુરત લાજપોર જેલ પરત લાવવામાં આવ્યા હતાં. મીડિયાના કેમેરા સામે નારાયણ સાંઈએ બે હાથ જોડી કશું કહ્યું નહોતું.નારાયણ સાંઈ પરત જેલમાં આવતા તેના સાધકો લાજપોર જેલ બહાર ઉમટી પડ્યાં હતો.ગુજરાત હાઇકોર્ટ દ્વારા નારાયણ સાંઈને 14 દિવસનો ફર્લો જામીન આપવામાં આવ્યા હતાં. નારાયણ સાંઈની માતાને હૃદયની બીમારી હોવાના કારણે કોર્ટ દ્વારા 14 દિવસનો ફર્લો આપવામાં આવ્યો હતો. જેથી તે 14 દિવસ પહેલા જેલથી અમદાવાદ પહોંચ્યો હતો અને આજે ફ્લો જામીન પૂર્ણ થતા ભારે પોલીસ જાપ્તા સાથે તે ફરી સુરત જેલ લાવવામાં આવ્યો હતો. નારાયણ સાઈ જેલ પહોંચે તે પહેલા જેલની આસપાસ તેના અનુયાયીઓ મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતાં.

    સુરત લાજપોર જેલ પરત લાવવામાં આવ્યો હતો. મીડિયાના કેમેરા સામે નારાયણ સાંઈ બે હાથ જોડીને કશું કહ્યું નહોતું. ઉલ્લેખનીય છે કે, સાધ્વી સાથે દુષ્કર્મ મામલે સુરત કોર્ટ દ્વારા તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને તે સુરતના લાજપોર જેલમાં છેલ્લા સાત વર્ષથી કારાવાસ ભોગવી રહ્યો છે. માતાની તબિયત સારી હોવાના કારણે તેને હાઇકોર્ટમાં ફર્લોની માંગણી કરી હતી.જેથી તેને ૧૪ દિવસના ફર્લો મળ્યા હતા. આજે ફલો પુરા થતા પરત લાજપોર જેલમાં મોકલાયો છે.


Download Our B K News Today App



Related News