થરાદના નાનોલના લોકો પર કુદરત કોપાયમાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-18 11:27:25
  • Views : 511
  • Modified Date : 2019-05-18 11:27:25

બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ થરાદ પંથકમાં ગુરુવારે મોડી રાત્રે આવેલા વરસાદ સાથે નાના-નાના કરા પડ્‌યા હતા અને ભારે પવન
ફૂંકાયો હતો. જેમાં થરાદના નાનોલ ગામે લોકોને ભારે નુકસાન થવા પામ્યું હતું.
થરાદના નાનોલમાં આવેલા વાવાઝોડાથી લોકોના પોતાના ઘરની દીવાલો પણ પડી ગઈ હતી. જયારે કોઈના ઘરના નળિયા ઉડી ગયા હતા અને કોઈના ઘરના પતરા પણ ઉડી ગયા હતા. તેમજ પવનના કારણે ઝાડવાઓ ભાંગી પડતાં રસ્તાઓ પણ બંધ થઈ જવા
પામ્યા હતા.  જ્યારે ભારે
પવનના કારણે ઝાડવાઓ પણ પડી ગયા હતા. જેમાં વર્ષો જુના લીંમડાઓના ઝાડ પડ્‌યા હતા જ્યારે સદનસીબે કોઈ જાનહાનિ થઈ હતી અને ખેડૂતો સવાર  પોતાના ખેતરની વાડો ફરીથી તૈયાર કરવામાં લાગી ગયા હતા.
આમ ભારે વાવાઝોડાથી ગરીબ લોકોએ મજુરી કરીને
પોતાને રહેવા માટે ઘર બનાવ્યા હતા એ લોકોના ઘર કુદરત
 કોપાયમાન થતાં પડી ગયા હતા. જેનાથી લોકોને રોવાનો વારો આવ્યો હતો. જે લોકો મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા., તેવા લોકોના પતરા ઉડી જતાં તાટપત્રીઓ પોતાના ઘર પર બાંધેલી નજરે જોવા મળી રહી હતી. ઘરની નજીક ઉભેલ ઝાડવાઓ પતરા પર પડતાં પતરા તુટી ગયા છે. જ્યારે આ લોકો હવે સરકાર પર આશા રાખીને બેઠા છે કે જો સરકાર સહાય આપે તો અમારા ઘર ફરી પાછા બનાવી શકાય.

Download Our B K News Today App



Related News