ડીસામાં ગુલબાણી નગર વિસ્તારમાં આવેલ શ્રી ગોવર્ધનનાથજી હવેલીમાં નંદોત્સવ યોજાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-10 14:27:47
  • Views : 265
  • Modified Date : 2021-09-10 14:27:47

    ડીસામાં ગુલબાણી નગર વિસ્તારમાં આવેલ શ્રી ગોવર્ધનનાથજી હવેલીમાં નંદોત્સવ યોજાયો હતો. ડીસાના ગુલબાણી નગર વિસ્તારમાં આવેલ શ્રી ગોવર્ધનનાથજી મંદિરે ભક્તો દ્વારા દર વર્ષે વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે.દર વર્ષે ભક્તો દ્વારા ગોવર્ધનનાથજીની ભક્તિમાં રંગાઈ અનેક કાર્યક્રમો યોજાય છે.જે અંતર્ગત આજે ગોવર્ધનનાથજી ની હવેલી ખાતે  કાંકરોલી નરેશ પરમ પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી વાગીશબાવા દ્વારા ખૂબ સુંદર મજાનો નંદોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો. જેમાં ડીસા, રાધનપુર ના સર્વે વૈષ્ણવો આ કાર્યક્રમમાં સહભાગી થઈ ખૂબ આનંદ કર્યો અને ખૂબ સુંદર કીર્તન ગાન થયા અને સમસ્ત વૈષ્ણવ મેરામણ આનંદથી ઝૂમી ઉઠી રહી હતી.ડીસામાં શ્રી શ્રીજીધામ હવેલીમાં વિવિધ મનોરથોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સવારે બ્રહ્નસબંધ, અને પલના અને નંદમહોત્સવનું ભવ્ય કાર્યક્રમ ઉજવાયો જેમાં શ્રી વાગીશકુમાર મહારાજશ્રી દ્વારા સૌપ્રથમ ઠાકોરજીને પલના કરાવી વૈષ્ણવોસાથે નંદોત્સવ ની લીલા કરેલ હતી.. અને ત્યારબાદ  ઠાકોરજીની આરતી કરેલ હતી.

જેમાં ડીસા, રાધનપુર ના સર્વે વૈષ્ણવો આ મનોરથમાં સહભાગી થઈ ખૂબ આનંદ કર્યો અને ખૂબ સુંદર કીર્તન ગાન થયા અને સમસ્ત વૈષ્ણવ મહેરામણ આનંદથી ઝૂમી ઉઠી રહી હતી.

Download Our B K News Today App



Related News