જામજોધપુરના નંદાણા ગામે દીપડો પાંજરે પૂરાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-11 15:39:21
  • Views : 88
  • Modified Date : 2023-09-11 15:39:21

 જામનગરના જામજોધપુરમાં આવેલા નંદાણા ગામે એક દીપડો પાંજરે પૂરાયો છે. વન વિભાગે આ દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા હતા. તો, હવે નંદાણા સહિત આસપાસના ગ્રામજનો અને ખેડૂતોને રાહત મળી છે. દીપડાએ છેલ્લા કેટલાંક દિવસથી ગામની સીમમાં આતંક મચાવ્યો હતો. જેથી ગ્રામજનોમાં ભય ફેલાયો હતો.ગામની સીમમાં જ ફરતો દીપડો વન વિભાગના પાંજરે પૂરાઇ ગયો છે. જેથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.તો બીજી તરફ બગસરના હાલરીયા ગામે સિંહણ એ બાળકીને ફાડી ખાધા બનાવ બન્યો હતો તે જ વિસ્તારમાં 35 જેટલા વનકર્મીઓ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. જોકે આ વિસ્તારમાં 2 સિંહણ જોવા મળી હતી. વનવિભાગે તકેદારીના ભાગ રૂપે બંને સિંહણને પાંજરે પુરી દીધી હતી. હવે બને સિંહણને જૂનાગઢ ચક્કરબાગ ઝુ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં એનિમલ ડૉક્ટરો તેમનું પરીક્ષણ કરશે અને પછી નક્કી થશે કઈ સિંહણ માનવ ભક્ષી છે. જે સિંહણ માનવ ભક્ષી હશે તેને કેદ રાખવામાં આવશે અન્ય નિર્દોષ સિંહણ હશે તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News