ધાનેરામાં ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં નાણા લેવાતા હોવાની વાતને લઇને તપાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-07 11:03:59
  • Views : 348
  • Modified Date : 2020-10-07 11:03:59

સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાના હોવાથી ખેડૂતોને ઓનલાઇન ફોર્મ કરાવવા માટે પંચાયતમાં જવુ પડે છે. પરંતુ ગ્રામ
પંચાયતના કોમ્યુટર ઓપરેટરો હડતાલ ઉપર જતાં ખેડૂતોને બહાર લૂંટતા હોવાની બાતમી મળતા મામલતદારની ટીમે એક ઓનલાઇન સુવિધા આપતી દુકાન ઉપર તપાસ કરતાં ૧૮ ફોર્મ મળી આવતા કાર્યવાહી હાથ ધરી છે પરંતુ તે ગ્રામ પંચાયતના તલાટીના નેજા હેઠળ કામગીરી કરતો હોવાનુ બહાર આવ્યુ છે.
ધાનેરા તાલુકામાં બનાસકાંઠામાં સૌથી વધારે મગફળી થતી હોવાથી ખેડૂતોનો ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે રહેતો હોય છે.
 પરંતુ ગામડાના પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરો હડતાલ
ઉપર જતાં સરકાર દ્વારા ખેડૂતો હેરાન ન થાય તે માટે
તલાટીઓને આ કામ કરવા માટે ખાસ જણાવવામાં આવેલ, ત્યારે જડીયા ગામના તલાટીએ ધાનેરા ખાતે એક ખાનગી દુકાનમાં ઇન્ટરનેટની સુવિધા હોવાથી સરપંચને સાથે રાખીને આ ફોર્મ ઓનલાઇન કરવાની કામગીરી ચાલુ કરી હતી. તલાટી થોડા કામે જતા કામ કરતા ઇસમે કોઇક
પાસેથી ઓનલાઇન કરવાના રૂપિયાની માંગણી કરતા આ બાબતે એક ખેડૂતે મામલતદારને જાણ કરતા ધાનેરા મામલતદાર બી. એસ. ખરાડી તેમની ટીમ સાથે તેમજ તાલુકા વિકાસ અધિકારી રઘુભાઇ ચૌધરી પણ ટીમ સાથે પહોંચ્યા હતા અને તપાસ કરતાં ત્યાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ ૧૮ ફોર્મ મળી આવતા આ બાબતે પંચોને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News