અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામના લાભાર્થીઓના નાણાં કોણ ઉપાડી ગયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-03 12:14:20
  • Views : 747
  • Modified Date : 2020-06-03 12:14:20

કોરોના મહામારીને લઈને સમગ્ર દેશમાં લોકડાઉની
પરિસ્થિતિ સર્જાઈ છે. પ્રથમ લોકડાઉનમાં ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ હતું, તેથી ગરીબ અને મજદુર વર્ગની હાલત કફોડી બની હતી. જેમ જેમ લોકડાઉનનો સમય પસાર થતો રહ્યો તેમ તેમ ભારત સરકારે ગરીબ અને મજદુર વર્ગ માટે અનેક જાહેરાત કરી હતી.
ગરીબ અને મજદુર વર્ગને રોજીરોટી મળી રહે તે માટે સરકાર દ્વારા મનરેગા યોજના શરૂ કરાઈ હતી. આ યોજના દ્વારા ગરીબ અને મજદુર વર્ગને મજુરી મળી રહે તે માટે યોજના શરૂ કરાઈ હતી. પણ અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામમાં આ યોજનાથી ગરીબો, મજદુર વર્ગ માટે નહી પણ લેભાગુ તત્વો માટે સોનાની ખાણ જેવી સાબિત થઈ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા મુકામે મનરેગાના બે હજાર જેટલા જોબકાર્ડ છે. જેમાં ભારત સરકાર દ્વારા દરેક ખાતામાં પાંચ હજારથી પચ્ચીસ હજાર સુધીની માતબર રકમ ખાતામાં આવી હતી. જોબકાર્ડ ધારકને ખબર ન પડે તે રીતે કોઈ એજન્ટ દ્વારા ખાતામાંથી બારોબાર રકમ ઉપાડી પોતાના ઘરભેગી કરીને જોબકાર્ડ ધારક સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. જોબકાર્ડ ધારકોના જણાવ્યા મુજબ ખાતા ધારક
પોતાની પાસબુકમાં એન્ટ્રી કરાવી ત્યારે ખબર પડી કે ખાતામાંથી બારોબાર રૂપિયા કોઈએ ઉપાડી લીધા છે. ત્યારે આ બાબતે બાલુન્દ્રા ગામના જોબકાર્ડ ધારકો ભેગા મળીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે અમારા ખાતામાં સરકાર દ્વારા આપેલ નાણાં કોઈ એજન્ટ દ્વારા બારોબાર ઉપાડી લેવામાં આવ્યા હતા. તેની સચોટ તપાસ કરી ગુન્હેગારને પકડી જેલના સળીયા બાછળ ધકેલી ગરૂબ, મજદુર વર્ગને ન્યાય મળે તેવી અપીલ કરાઈ છે. આ પ્રકરણ માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ અરજ કરાઈ છે કે આ પ્રકરણ સી.બી.આઈ. ને સોંપવામાં આવે તો કરોડોના કૌભાંડ બહાર આવે તેમ છે. હવે જોવાનું એ રહ્યુ કે ગરીબ-મજદુર વર્ગનો કોળીયો કોણ હજમ કરી ગયું. સરકાર દ્વારા તપાસ કરવામાં આવે છે કે પછી ગરીબોની અવાજ આવેદન
પત્રમાં સમેટાઈ જશે તે આવનારો સમય બતાવશે.

Download Our B K News Today App



Related News