ગાંધીનગર જિલ્લા પંચાયતની નેમ : મેલેરિયા શાખા દ્વારા સતત ચોથા દિવસે જિલ્લામાં સઘન ચેકીંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-30 16:30:40
  • Views : 238
  • Modified Date : 2021-07-30 16:30:40

ગાંધીનગર જિલ્લામાં વરસાદી સિઝન શરૂ થતાં જ વાહક જન્ય રોગચાળો ફાટીના નીકળે તે માટે  છેલ્લા ત્રણ દિવસથી શાળા, કોલેજાે, રેસ્ટોરન્ટ સહિતના સ્થળો પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ આજે મેલેરિયા શાખા દ્વારા જિલ્લાની કન્સ્ટ્રક્શન સાઈટો પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. કન્સ્ટ્રક્શન સાઈટ પર મેલેરિયા શાખાના કર્મચારીઓ દ્વારા મચ્છર ઉત્પત્તિ સ્થાનોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં પાણી ટાંકી, બિલ્ડરો દ્વારા બનાવવામાં આવેલ પાણીના હોજ સહિતની જગ્યાઓ તપાસવામાં આવી હતી.

બીજી તરફ મેલેરિયા નાબૂદી પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે અર્થે મેલેરિયા શાખા દ્વારા તાલીમ પણ આપવામાં આવી રહી છે. જે અન્વયે  ૮૨ કન્સ્ટ્રક્શન સાઈટના સંચાલક તેમજ સુપરવાઇઝરની જવાબદારી નક્કી કરી તેમને તાલીમ પણ આપવામાં આવી હતી.

જિલ્લાની ૬૮ કન્સ્ટ્રક્શન સાઈટ પરથી પોરા મળી આવ્યા જિલ્લાની ૮૨ કન્સ્ટ્રક્શન સાઈટ પર જઈ મેલેરિયા શાખાની ટીમે ચકાસણી કરીને ૧૭૭૦ મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરી હતી. જેમાં ૬૮ જગ્યાએ મચ્છરના પોરા મળી આવ્યા હતા. જેનાં પગલે ૯ કન્સ્ટ્રક્શન સાઈટના સંચાલકોને નોટીસ પણ ફટકારવામાં આવી હતી.

૧૪૬ શૈક્ષણિક સંકુલમાં મચ્છરોના પોરા મળી આવ્યા. ૫૧૧ શૈક્ષણિક સંકુલમાં ચેકીંગ હાથ ધરાતા ૧૪૬ સ્થળોએ મચ્છરોના પોરા મળી આવ્યા હતા. પાંચ શૈક્ષણિક સંસ્થાઓમાં મોટી સંખ્યામાં મચ્છરના પોરા મળી આવ્યા હોવાથી નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News