ગોરાદ ખાતે આવેલા નર્મદા તટના પ્રાચીન શૂલપાણેશ્વર મહાદેવના મંદિરમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-18 14:37:58
  • Views : 334
  • Modified Date : 2020-06-18 14:37:58

ગોરા ખાતે આવેલા નર્મદા તટના પ્રાચીન શૂલપાણેશ્વર મહાદેવના મંદિરમાં મોડી રાત્રે ચોરી થઈ હતી જેમાં મંદિરના ગર્ભમાંથી વર્ષો પુરાણા અમૂલ્ય ચાંદીનું નાગ, ચાંદીનું શિવલિંગનું છત્ર, ચાંદીની જલધારીઅને માતાજીનું ચાંદીનો મુગટની ચોરી થઈ હતી. મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડીને તસ્કરો મંદિરના ગર્ભગૃહમાં ઘૂસીને મંદિરમાં સીસીટીવી કેમેરા હોવા છતાં તસ્કરોએ સીસીટીવી કેમેરાના વાયરો કાપી નાખ્યાં હતા. આ અંગે મંદિરના પૂજારી રવિશંકર મહારાજ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે મંદિરમાં ચોરી થઈ છે. રાત્રે અહીં જી.આર.ડી હોમગાર્ડ ફરજ પર હોવા છતાં ચોરી થઈ છે. અને સીસીટીવી કેમેરાના વાયરો કાપી નાખતા ચોરીનો કોઈ ફૂટેજ મળી શક્યું નથી. આ બાબતની પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News