કચ્છનું નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-11 15:36:36
  • Views : 80
  • Modified Date : 2023-12-11 15:36:36

ગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે અને ધીરે-ધીરે ઠંડીનો ચમકારો વધતો જઇ રહ્યો છે. આગામી દિવસોમાં હજુ વધારે ઠંડી પડવાની આગાહી છે.હાલમાં કચ્છ જિલ્લાના નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ છે. નલિયામાં છેલ્લા બે દિવસથી 10 ડિગ્રી કરતા પણ ઓછુ તાપમાન નોંધાઇ રહ્યુ છે.કચ્છમાં દિવસેને દિવસે ઠંડી વધતી જઇ રહી છે. કચ્છનું નલિયા 9.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. છેલ્લા બે દિવસથી નલિયામાં 10 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાઇ રહ્યુ છે. અમદાવાદમાં પણ તાપમાનનો પારો 16.2 ડિગ્રી પર પહોંચ્યો છે. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જામી રહ્યો છે. લોકો ગરમ કપડાં વિના તો બહાર જ ન નીકળી શકે તેવો માહોલ બન્યો છે.

Download Our B K News Today App



Related News