વડગામથી છાપી રોડ પરના નાળાઓનું કામ એક વર્ષથી અધૂરું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-26 12:12:06
  • Views : 419
  • Modified Date : 2019-09-26 12:12:06

વડગામ તાલુકામાંથી
વેપારી મથક છાપીને જોડતા રોડ પરના નાળાઓનું કામ છેલ્લાં એક વર્ષથી અધૂરું છે.  આ કામ કોન્ટ્રાકટર અને અધિકારીઓના કારણે બાકી રહેતા વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે અને અકસ્માત થવાની ભીતિ
પણ સેવાઈ રહી છે.
તાલુકા મથક વડગામથી તાલુકાના વેપારી મથક છાપીને જોડતા રોડ પરના નાળાઓનું કામ છેલ્લાં એક વર્ષથી અધૂરું
પડ્યું છે. જેને લઇ રોજના હજારો વાહનચાલકો ભારે
પરેશાની ભોગવી રહ્યા છે અને અકસ્માત સર્જાય તેવી ભીતિ તેમનામાં સેવાઈ રહી છે.  ત્યારે આ અંગે રોડ ખાતાના અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે. તો બીજી બાજુ વડગામથી જતા મગરવાડા નજીક  કોન્ટ્રાક્ટરે નાળાની ડીઝાઈન બદલી નાખતા ચોમાસાનું પાણી તેમના ધર્માભાઈ પરમારના ખેતરમાં જાય તે રીતે બનાવતા તેમણે કોર્ટમાં રજૂઆત કરી છે. આ નાળાના કામની યોગ્ય તપાસ થાય અને જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે સત્વરે આ નાળાઓનું કામ પૂરું થાય તેવી વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે.


Download Our B K News Today App



Related News