નકશામાં વ્યાપક ગેરરીતિની ફરિયાદો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-19 17:23:41
  • Views : 555
  • Modified Date : 2020-01-19 17:33:23

પાલનપુર

પાલનપુર શહેરનો વિકાસ નકશો મંજૂર કરાવવા માટે પાલિકાના શાસકો દ્વારા ઠરાવ મંજૂર કરી તેને ગાંધીનગર વિકાસ કમિશ્નરની કચેરીમાં મોકલી આપવામાં આવ્યો હતો. પરંતુ વિકાસ નકશામાં ગંભીર પ્રકારની ક્ષતિઓ હોવાની અનેક ફરિયાદો ઉઠતા હવે આ નકશો લીલા તોરણે પરત ફરશે તેવી આશંકાની ચર્ચા એરણે ચડી છે. ત્યારે અનામત રાખવામાં ના મંજૂર થાય તો વહીવટદાર પાલનપુર નગરપાલિકામાં આવેલી જમીનના નામે ઘાટ કેવો ઘડાશે તે તો છેલ્લાં સોળ વર્ષથી નવો વિકાસ વહીવટની વાતો વચ્ચે જો નકશો આવનાર સમય જ દર્શાવી શકે. નકશો બનાવવામાં આવ્યો જ ન હોવાની ફરિયાદો ઉઠતાં અને દર દસ વર્ષે વિકાસ નકશો મંજૂર કરાવવો પડે. પરંતુ પાલનપુર પાલિકાના શાસકોએ વર્ષ -૨૦૦૪ માં મંજૂર થયેલ વિકાસ નકશો મુખ્ય નગર નિયોજકની સહીથી કરાવેલ હતો. ત્યારબાદ ૨૦૧૪માં ફરીથી આ મંજૂર ન કરાવ્યો અને પાંચ વર્ષ બાદ ૨૦૧૯માં પાલનપુર પાલિકા દ્વારા નવા વિકાસ નકશાની આડમાં એન.એ. અને બાંધકામની મંજૂરીની કામગીરી પર રોક લગાવતાં બિલ્ડર લોબીમાં દોડધામ મચી ગઈ હતી. અંતે ફરિયાદ ઉઠતાં વિકાસ નકશો બનાવવામાં આવ્યો. પરંતુ તેમાં ક્ષતિ હોવાની અને કેટલાંક બિલ્ડરોને લાભ કરાવી અન્ય લોકોને નુકસાન કરવામાં આવી રહ્યુ હોવાની ફરિયાદો ઉઠી હતી. આ અંગે જિલ્લા કલેકટરને રજૂઆત પણ કરવામાં આવી છે.


Download Our B K News Today App



Related News