દહેગામ પંથકમાં એક સપ્તાહથી દિપડાનો પડાવ, નજર સામે યુવકે દેખ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-07 11:24:16
  • Views : 367
  • Modified Date : 2021-01-07 11:24:16

રાજ્યના પાટનગરને
દિપડાએ પોતાનુ વતન બનાવી લીધુ છે. ગત વર્ષે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૪ દિપડા
પકડાયા હતા. હવે દહેગામ
પંથકમાં દિપડાએ દેખા દીધી છે. દહેગામથી વડોદરા પાટીયા તરફ જતા ગેસના ગોડાઉન તરફ આવેલા એક ફાર્મમાં રહેલા બે યુવકોએ દિપડાને નજરે જાેતા
પુરાવો મળી ગયો હતો. બંને યુવકો જંગલી પ્રાણીને જાેતા જ હેબતાઇ ગયા હતા. વન વિભાગે દિપડો પકડવા ૧૦ કર્મચારી કામે લગાડ્યા છે.
પરંતુ હાથ નહિ લાગતા લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ દહેગામ તાલુકાના છેવાડે આવેલા બહિયલ ગામની સીમમાં એક સપ્તાહથી દિપડો જાેવા મળ્યો હોવાના સગડ મળ્યા હતા. વન વિભાગ ફૂટ પ્રિન્ટને આધારે પાંજરા મુકીને રવાના થઇ જતા હતા. ત્યારે દહેગામ નરોડા રોડ ઉપર આવેલા એક ગેસના ગોડાઉન પાસે ફાર્મ હાઉસમાં મોડી રાત્રે બે મિત્રો તાપણુ કરી બેઠા હતા. તે દરમિયાન જ એકા એક કડકડતી ઠંડીમાં દિપડો જાેઇ જતા તેમની ઠંડી પણ ઉડી ગઇ હતી. બચવા માટે પાસે આવેલી ઓરડીમાં સંતાઇ ગયા હતા.
જિલ્લા વન અધિકારી શૈલેષ ડામોરે કહ્યું હતું કે, દહેગામ પંથકમાં ગઇકાલે
દિપડો જાેવા મળ્યો હતો. જેને લઇને ૧૦ કર્મચારીને કામ
સોંપવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવીને પકડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. હજુ સુધી દિપડો પકડમાં આવ્યો નથી. એક જ દિપડો હોવાનુ સામે આવી રહ્યું છે.
પગલા ઉપરથી લાગતું નથી કે, તેનો પરિવાર હશે. ઉલ્લેખનીય છે કે, દહેગામ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી દિપડો મોજથી ફરી રહ્યો છે. પરંતુ બાહોશ વનવિભાગ માત્ર
પાંજરા ગોઠવીને સુરવિરતા બતાવી રહ્યું છે.

Download Our B K News Today App



Related News