ધાનેરા પાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ, ભાજપના નગરસેવકોની જ ગેરહાજરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-19 11:57:16
  • Views : 363
  • Modified Date : 2019-10-19 11:57:16

રાજ્ય સરકારે લોકોને ઘરઆંગણે સેવા પુરી પાડવા સેવાસેતુ કાર્યક્રમ શરુ કર્યો છે. જેના પાંચમાં તબક્કાના ભાગરૂપે ધાનેરા પાલિકામાં શુક્રવારે પાંચમા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જોકે ભાજપના જ ચુંટાયેલા નગરસેવકોએ ગેરહાજર રહેતા મામલો ગરમાયો છે. સત્તાધિન કોંગ્રેસની પાલિકા દ્વારા ગોઠવાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં રાજકીય ગણતરીના ભાગરૂપે એકપણ ભાજપી નગરસેવક હાજર રહ્યા ન હતા. જેને લઇ સમર્થન અને વિરોધમાં
ટીપ્પણીઓ શરૂ થઇ છે.
બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકામાં સેવાસેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધાનેરા
પાલિકા પ્રમુખ યુસુફખાન બેલીમ, કારોબારી ચેરમેન ઇશ્વરભાઇ ચૌધરી, જયેશભાઇ સોલંકી, શંકરભાઇ પટેલ, ચીફઓફિસર એસ.એમ. અંસારી તેમજ તમામ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા. પરંતુ પાલિકાના ભાજપના જ સભ્યો ગેરહાજર રહેતા લોકોમાં અનેક સવાલો ઉભા થવા પામ્યા હતા. ધાનેરા નગરપાલિકામાં છેલ્લાં કેટલાંક સમયથી કોંગ્રેસનું શાસન છે. પરંતુ  ભાજપની રાજ્ય સરકારે સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત કરેલી છે. હવે નગરજનોને સ્થળ ઉપર જ સેવા પુરી પાડવા પાલિકાએ કાર્યક્રમ ગોઠવતા ભાજપના નગરસેવકો દૂર રહ્યા હતા. રાજકીય ઘર્ષણમાં નગરજનોની પણ ચિંતા કર્યા વિના તમામ ભાજપી નગરસેવકોએ ગેરહાજરી પુરાવી છે. જેને લઇ રાજકીય, સામાજીક અને વહીવટી વાતાવરણ ગરમાયુ છે. ઉલ્લેખનીય છે કે, ભાજપની સરકારે શરૂ કરેલો સેવાસેતુ કોંગ્રેસની ધાનેરા પાલિકામાં ભાજપના નગરસેવકો માટે મહત્વનો ન હોવાનો સૌથી મોટો સવાલ બન્યો છે.

Download Our B K News Today App



Related News