ડીસા શહેરમાં નગરસેવકને કોરોના પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-01 11:35:15
  • Views : 952
  • Modified Date : 2020-06-01 11:35:15

બનાસકાંઠામાં ડીસામાં એક નગરસેવકને કોરોના
પોઝિટિવનો રિપોર્ટ આવતા જ નગરપાલિકાના તમામ નગરસેવકોને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. સાથે સાથે નગરસેવકના સંપર્કમાં આવેલા તમામ હાઇરિસ્કમાં આવતા લોકોના પણ સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી છે.
બનાસકાંઠામાં રોજે રોજ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં ગઈકાલે ડીસા
નગરપાલિકાના એક નગરસેવક સહિત ૩ લોકોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જિલ્લામાં કુલ સંખ્યા ો આંક ૧૦૯ થયો છે. જો કે ડીસાના નગરસેવક પરાગ ઉર્ફે દિપક પઢીયારનો કોરોના
પોઝિટિવનો રિપોર્ટ આવતા જ નગરપાલિકામાં ખળભળાટ મચી ગયો હતો. કરણ કે
૫ દિવસ અગાઉ જ ડીસા નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ડીસા નગરપાલિકાના તમામ નગસેવકો સહિત પત્રકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.  ત્યારે આરોગ્ય વિભાગે હાલમાં સામાન્ય સભામાં આવેલ તમામ ૪૪ નગરસેવક સહિત ૫૨ હાઈ રિસ્કમાં આવતા લોકોને કવોરેન્ટાઇન કર્યા છે. તેમજ દર્દીના સંપર્કમાં આવનાર તમામ લોકોના સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે .

Download Our B K News Today App



Related News