ધાનેરા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણીમાં ક્યા ગ્રહો નડી રહ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-14 12:15:16
  • Views : 420
  • Modified Date : 2019-06-14 12:15:16

ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ તરીકે બળવંતભાઇ બારોટ હતા તેમને હાઇકોર્ટેમાંથી બાળકોના મુદ્દે મનાઇ હુકમ ઉઠાવી લેવામાં આવતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.  છેલ્લાં પાંચ માસથી ઉપપ્રમુખના ચાર્જમાં પાલિકા ચાલી રહી છે તો પ્રમુખની ચૂંટણી કરવામાં કયા ગ્રહો નડી રહ્યા છે તે સમજાતુ નથી ? કે પછી કલેકટર ધાનેરા પાલિકાની આ ચૂંટણીને ભુલી ગયા છે ?
ધાનેરા નગરપાલિકામાં ફેબ્રુઆરી-૨૦૧૮ માં ચૂંટણી યોજાતા ૨૮ બેઠકો પૈકીની ૧૮ બેઠકો કોંગ્રેસના ફાળે આવી હતી અને ૧૦ બેઠકો ભાજપના ફાળે ગઇ હતી. જેથી પ્રમુખ તરીકે બક્ષીપંચની બેઠક હોવાથી બળવંતભાઇ બારોટની વરણી કરવામાં આવી હતી.  તેઓએ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ ચાર્જ સંભાળ્યો હતો. પરંતુ તેઓના શાસનકાળને એક વર્ષ પુરુ થાય તે પહેલાં બે થી વધુ બાળકોના મામલે ૧૪ ફેબ્રુઆરીના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ
પાલિકા પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ વસંતીબેન ગલચરને સોંપવામાં આવ્યો હતો.  જે બાબતે પાલિકાના ચીફ ઓફિસર આ બાબતે કલેકટરને પત્ર દ્વારા જાણકારી પણ
આપવામાં આવી હતી. પરંતુ આ મામલે ૫ મહિનાઓ વિત્યા છતાં પ્રમુખની ચૂંટણી કરવામાં ન આવતા અનેક અટકળો ઉભી થવા પામી છે. તેમજ કલેકટર પણ પ્રમુખની ચૂંટણી બાબતે જાહેરનામુ કેમ બહાર પાડતા નથી તે બાબતે
પણ અનેક અટકળો ઉભી થવા
પામી છે. જેથી કેટલાંક જાગૃત નાગરીકો દ્વારા સરકારમાં પણ આ બાબતે રજુઆતો કરવામાં આવી છે કે પ્રમુખની ચૂંટણીના જાહેરનામા બહાર પાડવા માટે કલેકટરને કયા ગ્રહો નડી રહ્યા છે.

Download Our B K News Today App



Related News