લોકસભાની ચૂંટણી બાદ નગરપાલિકાનો નવો ખેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-27 11:04:06
  • Views : 399
  • Modified Date : 2019-04-27 11:04:06

પાટણ શહેરમાં લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ પાલિકા તંત્ર હરકતમાં આવીને શહેરના મુખ્ય માર્ગ પરના લારી-ગલ્લાના દબાણો દૂર કરવાની કાર્યવાહી આડેધડ હાથ ધરવામાં આવતા નાના વેપારીઓમાં અફરા તફરી થવા પામી હતી. ભારે આક્રોસ જોવા મળ્યો હતો. આ લોકોએ આવીને નગરપાલિકા ખાતે આવી પ્રમુખને  વેપાર કરવા માટે નમ્ર  રજૂઆત કરી હતી. પરંતુ આ કામ ચુંટણી પૂર્ણ થતાંજ શરૂ કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે.શહેરમાં મુખ્યમાર્ગો ઉપર નગરપાલિકા તંત્ર દ્વારા છેલ્લાં ઘણા સમયથી દબાણ ઝુંબેશ શરૂ કરી શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરવામાં આવતા હતા.  પરંતુ લોકસભાની ચૂંટણી આવતા નગરપાલિકા તંત્ર જાણે લારી ગલ્લા વાળા ઉપર મહેરબાન થઈ ગયું હોય તેમ શહેરના મુખ્ય માર્ગ ઉપર લારી ગલ્લા રાખવા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. જેથી વેપારીઓ શહેરના મુખ્ય માર્ગ ઉપર પોતાના વેપાર ધંધા ફરી શરૂ કરી દીધા હતા. ત્યારે લોકસભાની ચૂંટણી પુરી થતાની સાથે જ નગરપાલિકા તંત્ર ફરીથી હરકતમાં આવીને શહેરના મુખ્ય માર્ગો ઉપર શુક્રવારથી દબાણ ઝુંબેશ શરૂ કરીને ટ્રાફિકને અડચણરૂપ બનતા લારી-ગલ્લાના દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી. અને કેટલાક વેપારીઓ નગરપાલિકામાં આવીને ભારે હોબાળો પણ મચાવ્યો હતો.


Download Our B K News Today App



Related News