સિદ્ધપુર રાજપુર નગરજનો દ્વારા મામલતદાર કચેરી અને નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-03 11:48:09
  • Views : 454
  • Modified Date : 2019-08-03 11:48:09

સિદ્ધપુરના રાજપુર વિસ્તારના નગરજનો દ્વારા ગતરોજ હલ્લાબોલ કરાયો હતો. ગ્રામજનો દ્વારા બાઈક રેલી નીકળી સિદ્ધપુર મામલતદાર અને નગર પાલિકા ખાતે આવેદન પત્ર આપી
પોતાની માંગણીઓ નહિ સંતોષાય તો આ વિસ્તારના ચારેય કોર્પોરેટર એક સાથે રાજીનામુ આપી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
પાટણ જિલ્લાના સિદ્ધપુરના વોર્ડ નં-૨ રાજપુર વિસ્તારના ચાર કોર્પોરેટરો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં બાઈક  રેલી નીકળી "રસ્તો નહિ તો ટેક્સ નહિ" જેવા સુત્રોચાર સાથે સિદ્ધપુર મામલતદાર તેમજ નગરપાલિકા ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યા પ્રમાણે રાજપુર વિસ્તારની સમસ્યા જેવી કે રોડ રસ્તાની પરેશાની રાજપુરથી સિદ્ધપુરમાં આવવા જવા માટે સારા રસ્તાની કોઈ સુવિધા નથી અને જે રોડ આવવા જવા માટે હતા એ સાબરમતી ગેસ કંપની અને પાલિકાએ ગટર નાખવાના બહાના હેઠળ તોડી નાખ્યા બાદ રીપેરિંગ નથી કર્યા. તેમજ શહેરના તાહેરપુરા પાસે બની રહેલ સુવિધા માટેનો રેલ્વે ઓવર બ્રીજ આજે આ વિસ્તારની સહુથી મોટી સમસ્યા બની ગયો છે, જેનો સત્વરે નિવેડો લાવવો શહેરના હિત માટે ખુબ જરૂરી છે અને અહીં વસતા ખેડૂતો માટે આ રસ્તા માથાના દુઃખાવા બન્યા છે.
આજે રાજપુર વિસ્તારના લોકોએ બાઇક રેલી નીકાળી સિદ્ધપુર મામલતદાર અને નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું હતું અને એવી ચિમકી ઉચ્ચારવામા આવી છે કે, જો આ રસ્તાનું ૧૦ દિવસમાં નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, સમગ્ર રાજપુરના લોકો ભૂખ હડતાલ પર ઉતારશે, ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે, રાજપુરના તમામ કોર્પોરેટરો રાજીનામાં આપશે, નગર પાલિકામાં ભરવા પાત્ર કરવેરા ભરવાના બંધ કરાશે અને રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે આવી ચિમકી ઉચ્ચારી પોતાની માંગણીઓ મુકવામાં આવી છે.

Download Our B K News Today App



Related News