ડીસા નગરપાલિકા જનરલ બોર્ડ બેઠકના સીસીટીવી થયા ગાયબ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-02 15:34:47
  • Views : 546
  • Modified Date : 2020-06-02 15:34:47

ડીસા નગરપાલિકા જનરલ બોર્ડ બેઠકના સીસીટીવી થયા ગાયબ  

ડીસા નગરપાલિકા ખાતે અઠવાડિયા અગાઉ ડીસા શહેરના વિકાસ માટે જનરલ બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં રાજપુર વિસ્તારના કોર્પોરેટરનો કોરોના પોઝીટીવ કેસ મળતા નગર

પાલિકામાં ખળભળાટ મચી ગઇ હતી. જે બાદ નગરપાલિકામાં ફરજ બજાવતા કોઈ કર્મચારી દ્વારા આ બેઠકના સીસીટીવી ગાયબ કરી દેતા હાલ પાલિકા પૂર્વ પ્રમુખે યોગ્ય કાર્યવાહી માટે અરજી કરી છે. 

ડીસા શહેરમાં કોરોના વાયરસને લઈ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. પહેલા ડીસા નગરપાલિકામાં પ્રમુખ તરીકે શિલ્પાબેન માળી પ્રમુખ તરીકે કામ કરતા હતા. સામાજિક કારણોસર ડીસા નગરપાલિકા પ્રમુખ તરીકેના પદ પરથી રજા પર ઉતરી ગયા હતા. બાદમાં ડીસા નગરપાલિકાનો પ્રમુખ પદનો ચાર્જ ડીસા નગરપાલિકા કોર્પોરેટર કાંતિભાઈ સોનીએ સાંભળ્યો હતો. પ્રમુખપદનો ચાર્જ સાંભળતા જ કાંતિભાઈ સોની દ્વારા ડીસા શહેરના વિકાસ માટેના કામો શરૂ કર્યા હતા. ત્રણ મહિનાના સમયગાળા દરમ્યાન કાંતિભાઈ સોની દ્વારા રોડ, પાણી અને સ્વચ્છતાના કામો સારી રીતે લોકોને આપ્યા છે. ડીસા નગરપાલિકા ખાતે કાંતિભાઈ સોનીની અધ્યક્ષતામાં પ્રથમ જનરલ બોર્ડે કોરોના વાયરસની મહામારી બાદ યોજવામાં આવ્યું હતું. આ જનરલ બોર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના સદશ્યો દ્વારા અનેક મુદ્દાઓને લઈ ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. આ બેઠક પૂર્ણ થતા જ આ બેઠકમાં હાજર ડીસા રાજપુર વિસ્તારના કોર્પોરેટર પરાગ પઢીયારને કોરોના પોઝિટીવ આવતા નગરપાલિકાના તમામ કોર્પોરેટરોને હાલ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. પરંતુ અમુક રાજકીય આગેવાનો આ કેસમાં સંડોવાય નહી તે માટે બેઠકના સીસીટીવી નગર

પાલિકાના કર્મચારી પાસેથી ગાયબ કરી દેવામાં આવ્યા છે. જ્યારે આ બાબતની જાણ ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ સોનીને થતા તેઓ તાત્કાલિક ડીસા નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને તે સમયના સીસીટીવી ફૂટેજ ચેક કરતા કોઈ જ સીસીટીવીનો ડેટા મળ્યો ન હતો. જે જોતા પાલિકા પૂર્વ પ્રમુખ કાંતિભાઈ સોની પણ ચોંકી ઉઠ્‌યા હતા અને તાત્કાલિક ધોરણે જે પણ વ્યક્તિએ આ કામ કર્યું છે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે ડીસા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીને અરજી આપી હતી. 

આ ઘટના વિશે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની જે બેઠક યોજાઈ હતી, તે બેઠકમાં પાલિકાના 

કોર્પોરેટર કોરોના પોઝીટીવ મળતા તમામ લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જે બાબતે આ બેઠકના સીસીટીવી કોઈ કર્મચારીએ રાજકીય આગેવાનના કહેવાથી ગાયબ કરી દીધા છે. જે અંગેની અરજી ડીસા પાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ સોની દ્વારા આપવામાં આવતા હાલ આ અંગેની તપાસ ચાલુ છે અને જે પણ લોકો આ ઘટનામાં સામિલ હશે તે તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


Download Our B K News Today App



Related News