ડીસા નગરપાલિકાની ભાજપની ભવાઈ...!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-02 14:49:56
  • Views : 940
  • Modified Date : 2020-06-02 14:49:56

ભૂતકાળ : ૨૦૧૫ના રોજ જ્યારે નગરપાલિકાના ચૂંટણીના પરિણામો આવતા હતા ત્યારે અવિશ્વનીય પરિણામો આવવાનું શરૂ થયું. શરૂઆતમાં દરેક વોર્ડમાં ભાજપની સરસાઈ જાવા મળતી હતી. અને બપોર સુધીમાં તો ચિત્ર ૨૧ ભાજપ, ૬ કોંગ્રેસ અને ૧૭ અપક્ષ આમ કોઈપણ પક્ષને બહુમતી નહીં આપીને ડીસાની જનતાને દરેક પક્ષના ઉમેદવારને કદ પ્રમાણે વેતરી દીધા હતા. તે વખતે ડીસા નગરપાલિકાનું શાસન કોણ કરશેની ચર્ચાઓ જબરદસ્ત થતી હતી. ૧૭ અપક્ષ અને કોંગ્રેસ જા ભેગા થયા હોત તો ભાજપ શાસનથી દૂર રહી શકતું હતું. પરંતુ નજીકના  જ સમયમાં રાજકીય સમીકરણો બદલાવાના હતા તેના મુળમાં ડીસા નગરપાલિકાની ચૂંટણી પણ  યોજાઈ હતી. ૨૦૧૭ ને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે ડીસા નગરપાલિકામાં કહેવાતા તમામ મોટા માથાઓ નગરપાલિકાની ચૂંટણીમાં ઉતાર્યા હતા. તે સમયે એક અગ્રણીને બાદ કરતા તમામ લોકોને ચૂંટણીમાં ઉભા કરી દીધા હતા. ચૂંટણીના પરિણામ બાદ અપક્ષ ઉમેદવારોમાં ચાર માળી સમાજના હતા. આથી ભાજપે પ્રવિણભાઈ માળીને પ્રમુખના ઉમેદવાર તરીકે ઉતાર્યા. જા કે તે સમયે પણ ભાજપની બહુમતી થાય એમ લાગતું ન હતું એટલે અપક્ષ સભ્યોને ભાજપના ટેકા માટે તૈયાર કરી થોડાક દિવસો માટે ભારત ભ્રમણ કરવા મોકલેલ. આમ શામ, દામ, દંડ અને ભેદ વડે ભારતીય જનતા પાર્ટીનું શાસન ડીસા નગરપાલિકામાં શરૂ થયું. આ હતો ભાજપનો ભૂતકાળ. તે વખતના ભાજપના સંગઠનના પ્રભારીઓ અને હોદ્દેદારોને ખબર જ હતી કે અપક્ષોના ટેકાથી આપડે કેવી રીતે બોડી બનાવવી છે. આથી અપક્ષ સભ્યોને પણ સમિતીઓમાં યોગ્ય રીતે સમાવેશ કરવામાં આવ્યો. અઢી વર્ષના ટકાટક અને શાનદાર પ્રદર્શન દ્વારા ભાજપે બીજા અઢી વર્ષ માટે પણ પાયા નાંખી દીધા હતા. અઢી વર્ષની બદલાતી પરિÂસ્થતિઓને જાતા ફરીથી નગરપાલિકાના પ્રમુખ તરીકેની વરણી કરવાની વાત આવી ત્યારે ભાજપના દાવેદારો તો ઘણા હતા પણ અપક્ષ માળી સમાજના ચૂંટાયેલા સભ્યોએ ફરીથી માળી સમાજનો પ્રમુખ બનતો હોય તો ટેકો આપવાની વાત કરી. આથી ભાજપ શિલ્પાબેન માળીને આ કામ સોંપ્યું. જા કે શિલ્પાબેન માળી વખતે અપક્ષ સભ્યોએ પોતાની માંગણીઓ મુકી જે પક્ષના નિતી બહાર હોવા છતાંય સંતોષવામાં આવી અને શિલ્પાબેન માળીએ કાંટાળો તાજ પહેર્યો. ૨૦૧૭ વિધાનસભાના ચૂંટણી સુધી ભાજપમાં બધુ સમુસુરતુ ચાલ્યું. એ સમયે ભાજપમાં વિધાનસભાના દાવેદારોમાં મગનલાલ માળી, પ્રવિણભાઈ માળી, શશીકાંતભાઈ પંડયા સિવાય લાંબુ લીસ્ટ હતું અને ભાજપે શશીકાંતભાઈ પંડયાને વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદગી ઉતારી અને તેઓ જીત્યા. અહીંથી ડીસા નગરપાલિકાના રાજકારણમાં પલટો આવ્યો. શશીકાંતભાઈ પંડયાનું કદ વધ્યુ જે એમના કટ્ટર હરીફ  તેમજ અન્ય લોકોને પચતુ નહોતું. આથી ડીસા શહેરનું ભારતીય સંગઠન અને કેટલાંક કોર્પોરેટરો શિલ્પાબેન માળી વિરૂદ્ધ પક્ષની અંદર રજૂઆતો કરવા લાગ્યા. ધીરે ધીરે સંગઠન વાળાએ શિલ્પાબેન માળીના વિરૂદ્ધમાં ધારાસભ્ય સહિતના તમામ સભ્યોને સાંભળીને ડીસા નગરપાલિકાનો ચાર્જ કથિત રીતે સભ્યોના ગુસ્સાને શાંત કરવા માટે ૧૫ દિવસ ચાર્જ છોડવાનું કહેવામાં આવ્યું. જા કે શિલ્પાબેન માળીએ ૧૫ દિવસના બદલે ત્રણ મહિના જેટલો સમય ભાજપના મોવડી મંડળનું સાંભળ્યું. ભાજપના મોવડી મંડળના એક મોવડી જેમણે ઘરે બેઠાબેઠા ચૂંટણી લડયા વગર દર વખતે પ્રભારી થઈ પોતાના લાગતા વળગતાઓને ટિકીટ આપાવી રિમોટ કન્ટ્રોલથી શાસન કરવા ટેવાયેલા અને નગરપાલિકામાં પોતાના ગેરકાયદેસર નકશા પાસ કરાવવા પોતે બનાવેલી સોસાયટીઓમાં એન.એ.ની શરતોનું પાલન કર્યા વગર નગરપાલિકા પાસે  રસ્તા અને ગટર તેમજ સ્ટ્રીટ લાઈટો નંખાવવી, પોતાના હિત માટે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓથી લઈ ફાયર ફાયટર તેમજ નગરપાલિકાના ટ્રેકટર ટ્રોલીઓનો ઉપયોગ પણ કરવા ટેવાયેલા અને ધારાસભ્યની દાવેદારી કરવા છતાં ટિકીટ ન મળતા એ ઈર્ષા અને નગરપાલિકામાં શશીકાંતભાઈ પંડયાનું વધતુ વજન એટલે કે શિલ્પાબેન માળીએ ધારાસભ્યને જાડે રાખી નગરના વિકાસના કાર્યો કરે તેમાં સતત પોતાની વગ વાપરી માધ્યમમાં અને ચેનલોમાં ભાજપ વિરૂદ્ધ અને ડીસાના ધારાસભ્ય વિરૂદ્ધ સમાચારો બનાવી યેનકેન રીતે ભાજપ અને ડીસાના ધારાસભ્ય અને શિલ્પાબેન માળી બદનામ થાય તેવા પ્રયત્ન કરતા એ મોવડીને પેટમાં દુઃખતું હતું. હવે જ્યારે આ વાતો ચરમશીમાએ પહોંચી ત્યારે શિલ્પાબેને કથિત અસંતોષ અસંતોષ ડામવા ઉતાર્યા હતા. પરંતુ જે સભ્યોએ શિલ્પાબેન માળીના વિરૂધ્ધમાં ભ્રષ્ટ્રાચાર જેવા આરોપ કર્યા હતા તે પૈકી એક સભ્ય અત્યારે પોતે નગરપાલિકાના કચરાની સાઈડ ઉપરથી રોજનું હજારો રૂપિયાનું પ્લાÂસ્ટક ઘરભેગુ કરે છે. ઈન્ચાર્જ પ્રમુખના સમયમાં લોકડાઉન આવ્યું છતાંય કેટલાંક કમિટિના ચેરમેનોએ દબાણ કરી લોકડાઉનના સમયમાં કોન્ટ્રાકટરોના પેમેન્ટ પણ કટકી ખાઈ પ્રમુખને દબાવી કરાવ્યા. ઈન્ચાર્જ પ્રમુખ પાસે આવા ભષ્ટ્રાચારી કોર્પોરેટરોને સંતોષવા સિવાય કોઈ આરો ન હતો, તેવું નામ ન આપવાની શરતે ભાજપના ચૂંટાયેલા સદસ્યો બોલે છે. આ ખેલ ભાજપના મોવડી મંડળો જાણે જ છે. કેવી રીતે શિલ્પાબેન માળી પ્રમુખ બન્યા અને આજે પણ ભાજપની બહુમતી કેટલી છે, તેઓ જાણે છે. 

વર્તમાન :છેલ્લાં અઠવાડીયામાં શું થયુંભાજપના ખેલમાં ડીસા નગરપાલિકાની બોડી ફરજીયાત બજેટનું બોર્ડ બોલાવી શકતુ ન હતું. ખરેખર તો ભાજપની આખી બોડી સસ્પેન્ડ થઈ શકત. જા અપક્ષ અને કોંગ્રેસ સાચો વિરોધ કરી કાયદાનો માર્ગ અપનાવ્યો હોત તો ભારતીય જનતા પાર્ટીની બોડી કાયદા અને નૈતિકતાના ધોરણે રહેવા પાત્ર નથી. તેમ છતાં ગત જનરલ બોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના સંગઠનના ખેલમાં વિવાદીત નાનાજી દેશમુખ બગીચો ખુલ્લો મુકવાના ઠરાવ કરવાની વાત થઈ. પરંતુ જનરલ બોર્ડમાં આ બગીચાને ખાલી મેન્ટેનન્સ કરવાનું જ પાસ થયું. ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના કેટલાંક ઉત્સાહી સંગઠનના પદાધિકારીઓ પોતે બગીચા ખુલ્લો મુકાયો છે તેવી રીતે બગીચાની મુલાકાત લઈ સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કર્યા. અહીંથી ડીસા નગરપાલિકાના શાસનમાં ટ‹નગ પોઈન્ટ આવ્યો. છેલ્લાં એક મહિનાથી શિલ્પાબેન માળીએ સંગઠનના લોકોને રજૂઆત કરી કરીને થાકયા હતા કે અચાનક જ ડીસા નગરપાલિકાની ધૂરા સંભાળી લીધી. બગીચાનો વિવાદ ભાજપના જ કોર્પોરેટર રમેશ માજીરાણાએ જારશોરથી ઉચકયો હતો. કલેકટર લેવલે રજૂઆત થઈ હતી  અને કલેકટરે તેને બંધ કરવાનો આદેશ કર્યો હતો. તો શું ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ ગુજરાતના રેવન્યુ કાયદાથી પર છે. કે જનરલ બોર્ડમાં ચૂંટાયેલા સભ્યોને આગલા દિવસે બોલાવી સ્પષ્ટ સૂચના આપે કે વિવાદીત બગીચો કોઈપણ કાળે ખુલ્લો મુકવાનો છે.  ગુજરાતમાં ભાજપનું શાસન છે એટલે માની શકાય કે સરકાર ખાસ કિસ્સામાં આ બગીચાને રાહત આપે. પણ હજી એવું બન્યું નથી અને ભાજપના પદાધિકારીઓ સોશિયલ મીડિયામાં ફરવા લાગ્યા. જ્યારે આ બગીચાની મુલાકાત લેવાની હતી ત્યારે અમારા સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે સંગઠનના કેટલાંક લોકોએ પ્રવિણભાઈ માળીને બોલાવાનું કહ્યુ તો સામે ધારાસભ્યને પણ સાથે લેવા જાઈએ તેવો મત પણ આવ્યો. આથી સંગઠનના લોકો ધારાસભ્યને સાથે રાખી શકે તેમ નથી એટલે પ્રવિણભાઈને પડતા મુકી બગીચો જાવા નીકળી પડયા. આ વાતથી નગરપાલિકાના ચાર્જમાં શિલ્પાબેન માળી આવી શકયા. જેને સમજાય તેને વંદન, ના સમજાય.......

ભવિષ્ય : શું થઈ શકેડીસા નગરપાલિકાની વર્તમાન પરિÂસ્થતિથી ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળોની ઉંઘ ઉડી ગઈ છે. શુ કરી શકાય? જેથી ગયેલી આબરૂ પાછી લવાય. એટલે કે શિલ્પાબેન માળી સામે શું પગલા ભરી શકાય. ખરેખર તો સૂત્રોના કહેવા મુજબ શિલ્પાબેન માળીને માત્ર ૧૫ દિવસથી મહિનાની મુદ્દત માટે જ રજા પણ ઉતરવાનું કહ્યુ હતુ પરંતુ શિલ્પાબેન માળીએ ત્રણ મહિના સુધી મોવડી મંડળનું માન રાખ્યું. હવે પૈસા માટે હવાતિયા મારતા કોર્પોરેટરો, રિમોટ કન્ટ્રોલથી શાસન કરતા ભાજપના અગ્રણી, ભાજપ સંગઠન બધા ભેગા થઈ આગળ એટલે પાર્ટીમાં શું રજૂઆત કરવી તેનો ખેલ ચાલી રહ્યો છે. કેટલાંક કોર્પોરેટરોને પોતાના ભષ્ટ્રાચાર બંધ થઈ જવાનો ડર છે. તો કેટલાંક અગ્રણીઓને પોતાનું રિમોટ કન્ટ્રોલ કામ કરતુ બંધ થાય તેવું લાગે છે. આથી એડી ચોટીનું જાર લગાવી રહ્યા છે. કાયદાની દૃષ્ટિએ શું થઈ શકે. કાયદાના નિષ્ણાંત લોકો નગરપાલિકાના એકટને જાતા અવિશ્વાની દરખાસ્ત લાવી શકાય. પરંતુ ભાજપ સરકાર બહુ જાર મારે  તોય શિલ્પાબેન માળીને પ્રમુખ પદેથી ઉતરાવા કપરા ચડાણ છે. એકબાજુ ચાલુ બોડીની મુદ્દત માત્ર પાંચથી છ માસ જ બાકી છે. કાયદાકીય આટીઘૂટીમાં ઓછામાં ઓછા બે માસ અને વધુમાં વધુ કાયદાથી લડાઈ લડવામાં આવે તો આ બોડીની મુદ્દત પતી જાય. આમ શિલ્પાબેન માળીને ઉતારવાનું ભાજપના મોવડી મંડળ અને કથિત અંસતોષી સભ્યો માટે  “લોઢાના ચણા ચાવવા જેવું છે” 

૧. ભાજપે બહુમતી ન હોવા છતાંય જા નૈતિકતાના આધારે બોડી ના બનાવવી જાઈએ, અને બનાવી તો જે પ્રમુખ છે એ કેવી રીતે બન્યા એ પણ યાદ રાખવું જાઈએ.

૨. ભાજપના ૨૧, કોંગ્રેસના ૬ અને અપક્ષના ૧૭ સમીકરણ જાઈએ તો બોડી બનાવવા ડીસાની જનતાએ કોઈને બહુમતી નહતી આપી. આથી પૈસાના ખેલથી અને જાતિના સમીકરણથી ભાજપે જા બોડી બનાવી તો જે પ્રમુખ બન્યો તેના પૈસા અને સમાજનું શું.

૩. જા ભાજપ શિલ્પાબેનને ઉતારવાનો આદેશ કરે તો શિલ્પાબેન ભાજપના તમામ સભ્યો પાસેથી સમિતીઓ અને અધિકારો છીનવી લે. જેનાથી ભાજપની આવનારી ચૂંટણીમાં ખરીદ વેચાણ કરનારી અને જાડતોડવાળીની છાપ ઉભી થાય. 

૪. ભાજપના અગ્રણીઓ જા શિલ્પાબેન માળી સાથે કુનેહથી કામ લે તો ભાજપની બંધ મુઠી જળવાઈ રહે. તો આવનારી ચૂંટણીમાં ભાજપની છાપ યથાવત રહે. 

૫. ભાજપના અગ્રણીઓ જા શિલ્પાબેન માળીને ઉતારવાનું જાર મારે તો કાયદો શિલ્પાબેન માળીનો સારથી બને. અને ભાજપના અગ્રણીઓ, ચૂંટાયેલા સભ્યો જે પાંચ વર્ષથી પ્રજા વચ્ચે ગયા નથી તે તેમના કામો બિલકુલ બંધ થઈ જાય તો ભાજપની અને સભ્યોની આબરૂ દાવ ઉપર લાગે.


Download Our B K News Today App



Related News