ડીસામાં વોર્ડ નં-૭ ના રહીશો દ્વારા ઢોલ નગારા સાથે નગરપાલિકાને રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-14 12:15:14
  • Views : 409
  • Modified Date : 2019-11-14 12:15:14

ડીસાના નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૭ ના રહીશો જાડેથી તમામ પ્રકારના સફાઈ વેરા, પાણી વેરા, ઘર વેરા, લાઈટ વેરો વસુલ કરવામાં આવે છે પરંતુ કોઈ પ્રકારની વ્યવસ્થા આપવામાં આવતી નથી.
ડીસા નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૭ માં બ્રહ્મપુરી, મોચીવાસ, ગવલી વાસ તેમજ સાંચોરીયા વાસના લોકો પાસેથી સફાઈ વેરો, પાણીવેરો,  ઘર વેરો, લાઈટ વેરો વગેરે જેવા વેરાઓ  વસુલવામાં આવે છે. પરંતુ આ વોર્ડ નંબર ૭ માં છેલ્લાં કેટલાંક વર્ષાેથી કોઈ પ્રકારની સ્વચ્છતા કરવામાં આવતી નથી. રોડ રસ્તાઓ બનાવવામાં આવતા નથી. તેમજ સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવતી નથી.   તેથી ગતરોજ વોર્ડ નં-૭ ના લોકોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે અમારી સોસાયટીના લોકો પાસેથી નગરપાલિકા દરેક પ્રકારના વેરાઓ વસુલે છે. પણ અમને કોઈ પ્રકારની સગવડ આપવામાં આવતી નથી તેથી અમારા વિસ્તારમાં તાત્કાલિક ધોરણે લાઈટ, તેમજ રોડ રસ્તાઓની સગવડ કરવામાં આવે તેવી અમારી ઉગ્ર માંગ છે. અમારી આ માંગને સંતોષવામાં ન આવે તો અમે ગાંધીચિંધ્યા માર્ગે યોગ્ય આંદોલન કરીશું.

Download Our B K News Today App



Related News