ગાંધીનગરમાં સેકટર ૨૭ પોલીસ લાઈનમાં કોન્સ્ટેબલનો નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-15 11:36:33
  • Views : 274
  • Modified Date : 2021-03-15 11:36:33

ગાંધીનગરમાં કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ રામસિંહ પૂવારનો મૃતદેહ મળી આવ્યો છે. છેલ્લા પંદર દિવસથી પરિવારજનો વતન જતા રહ્યા હતા. જે બાદ ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને જાણ કરી જે બાદ પોલીસે ઘરમાં
તપાસ કરતા ત્રણ દિવસ પહેલાં નહાવા જતી વખતે હાર્ટ એટેક આવવાથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણમાં મળી આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર મૂળ મહીસાગરના લુણાવાડાના ગરાસીયા ગામના વતની મહેન્દ્રસિંહ રામસિંહ
પૂવાર ગાંધીનગર પોલીસ હેડ કવાર્ટર કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. અને ગાંધીનગરના સેક્ટર-૨૭
પોલીસ લાઈન મકાન નંબર ૭/૭૪માં પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા.પોલીસ લાઇનના ઉપરોક્ત ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવતા પોલીસ કંટ્રોલરૂમને સેક્ટર-૨૧
પોલીસને જાણ કરી હતી. ગઈકાલે તેમનો મૃતદેહ નગ્ન અવસ્થામાં ઘરમાંથી પોલીસને મળી આવ્યો હતો.પોલીસ ઘરમાં પ્રવેશી ત્યારે અંદરના રૂમમાં ખાટલા ઉપર નગ્ન અવસ્થામાં મહેન્દ્રસિંહનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અંદરથી દરવાજાે બંધ હોવાના કારણે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં લોખંડનો દરવાજાે હથોડી વળે તોડવામાં આવ્યો હતો.
જેના કારણે તેમનો મૃતદેહ ફૂલીને ડીકમ્પોઝ થઈ ગયો હતો મોઢાનો ભાગ એકદમ કાળો થઈ જવાના કારણે મહેન્દ્રસિંહને ઓળખવા પણ મુશ્કેલ હતા. અંદરથી દરવાજાે બંધ હોવાના કારણે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં લોખંડનો દરવાજાે હથોડી વળે તોડવામાં આવ્યો હતો. જાેકે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મહેન્દ્રસિંહના મૃતદેહને પેનલ ડોક્ટરો મારફતે પોસ્ટમોર્ટમ કરાવી એફએસએલની મદદ લેવામાં આવી છે. બનાવની જાણ થતા દસકોઈના આંગણેજમાં રહેતો તેમનો ભત્રીજાે સૌપ્રથમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. જ્યારે તેમના
પરિવારજનો મોડી રાત્રે ઈકો ગાડીમાં ગાંધીનગર સિવિલ આવી પહોંચ્યા હતા. શિવરાત્રીના દિવસ પછી
કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ કોઈને જાેવા મળ્યા ન હતા. અને તેમના ઘરનો દરવાજાે અંદરથી ત્રણેક દિવસથી બંધ હતો. અસહ્ય દુર્ગંધ આવતા
પાડોશીઓએ કંટ્રોલને જાણ કરતા સેક્ટર-૨૧ પોલીસ મથકના પીએસઆઇ ખરાડી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

Download Our B K News Today App



Related News