વડગામ તાલુકાના નાંદોત્રા ગામે સદાવ્રત ચાલુ કરવામાં આવ્યું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-17 18:15:25
  • Views : 534
  • Modified Date : 2020-04-17 18:15:25

જેમાં ગામમા રેહતાં કેટલાક એવા પરિવાર જેઓ ભોજનથી વંચિત રહે છે અને આવી કપરી પરિસ્થિતિમા પૈસા હોવા છતાં પણ કરિયાણાની વસ્તુ પણ મળતી ના હોવાથી નાંદોત્રા ગામના મહાકાળી મંદિરમા ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે  જેમાં ગામના ગોળ દેવજીભાઈ રઘનાથભાઈ દ્વારા પ્રથમ શરૂઆત કરતા ગામના યુવાનો તથા સમસ્ત ચોધરી પરિવારના આ કાર્ય થી ગામના કેટલાક પરિવારને ભોજનની વ્યવસ્થા કરી છે. જેમાં નાંદોત્રા ગામના મહાકાળી મંદિરના હોલમા બંન્ને ટાઈમ ભોજન સદાવ્રત ચાલુ કરવામાં આવ્યું છે. વ્યવસ્થામા જોવા જઈએ તો દરેક વ્યક્તિને ફરજિયાત સાબુના પાણીથી હાથ ધોઈ અને સેવાભાવિ મિત્રો દ્વારા એકબીજાથી અંતર રખાવી બેસાડવામાં આવે છે

Download Our B K News Today App



Related News