અમીરગઢના ડાભેલા નજીક ગોમતી અને બબુકારી નદીઓ બંને કાંઠે વહેતી થઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 11:36:18
  • Views : 972
  • Modified Date : 2020-08-31 11:36:18

અમીરગઢ તાલુકાના ડાભેલા નજીકથી વહેતી ત્રણ લોકમાતાઓ પૈકીની બે નદીમાં ગત રાત્રીએ  ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદને કારણે આખા વરસ દરમિયાન કોરી પડેલી ત્રણમાંથી બે નદીઓમાં બંને કાંઠે પૂર આવતા કાંઠે વસેલા આઠેક જેટલા ગામોના લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
આખા વર્ષ દરમિયાન હજુ સુધી આ નદીઓ કોરી ધાકોર પડી હતી. જેના કારણે આ નદીઓ ઉપર સિંચાઈના એકમાત્ર મુખ્ય આધાર ઉપર ર્નિભર આઠેક જેટલા ગામોના ધરતીપુત્રો અને
પશુપાલકોને ચિંતા સતાવી રહી હતી કે જો આ નદીઓમાં પાણી નહીં આવે તો દુષ્કાળ જેવી
પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે, જો કે આ નદીઓના કાંઠે વસતા લોકોના બોર કૂવામાં પાણીના સ્તર આ નદીઓ ઉપર આધારિત છે. તેથી અંતે કુદરતે જાણે આ લોકોના મનની વાત જાણી લીધી હોય એમ ગત રાત્રીએ ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકી પડ્યો હતો અને ગોમતી (કલેડી) અને બબુકારી નામની બંને નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. જેને જોવા માટે સવારમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ વરસ સુધરતું જોઈ વિસ્તારના ધરતીપુત્રો,
પશુપાલકો સહિત લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Download Our B K News Today App



Related News