નડિયાદના 17 વર્ષના સ્ટુડન્ટે લખેલી નવલકથાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન, દેશનો યંગેસ્ટ રાઈટર બન્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-16 15:25:58
  • Views : 426
  • Modified Date : 2019-09-16 15:25:58

શહેરના એક 17 વર્ષના છાત્રએ માતા અને બાળકના અતૂટ સંબંધો વિષે લખેલી નવલકથાને આજે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આ ઉપલબ્ધી હાસલ કરીને કિશોરે સમગ્ર દેશમાં નડિયાદનું નામ રોશન કરી દીધું છે. સાથે જ તે દેશનો યંગેસ્ટ રાઈટર અને સીઈઓ ઓફ ધ કંપની પણ બની ગયો છે. આજના સમયમાં જ્યાં પરિવારમાં સંબંધો તૂટી રહ્યા છે ત્યાં આ કિશોરે લખેલી નવલકથાને લોકોએ આવકારી છે.1 વર્ષમાં પુરી કરી નવલકથામુળ નડિયાદના સરદારનગરમાં રહેતો વેદાંત મયુરભાઈ બ્રહ્મભટ્ટને નાની ઉંમરથી જ લખવાનો શોખ હતો. તેણે ધોરણ 8 અને 9માં બે બુકો લખી હતી. ધીરે ધીરેને લેખો લગવામાં રસ પડવા લાગ્યો. વેદાંત જ્યારે ધોરણ 10માં અભ્યાસ કરતો હતો ત્યારે તેણે ધ વન સ્ટુડ બાય માય સાઈડ નામની નવલકથાની શરૂઆત કરી હતી. તે દરરોજ SSCની પરીક્ષાનું વાંચીને નવલકથા લખવા બેસતો હતો. અંદાજિત 1 વર્ષના સમય બાદ તેની આ નવલકથા પુરી થઇ હતી. ત્યારબાદ વેદાંતે આ નવલકથાને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન અપાવવા માટે અરજી કરી હતી અને આજે તેણે તે સ્થાન પ્રાપ્ત પણ કરી લીધું છે.કન્ઝુમર સાઈકોલોજીના એક્સપર્ટ બનવા માંગે છેવેદાંત હાલમાં ધોરણ 12માં ભણી રહ્યો છે. ભવિષ્યમાં તે લેખ લખવાની સાથે કન્ઝુમર સાઈકોલોજીના એક્સપર્ટ બનવા માંગે છે. થોડા સમય પહેલા વેદાંતના માતા-પિતા કોઇ કારણોસર અલગ થઇ ગયા છે, અને વેદાંત તેની માતા સાથે અમદાવાદમાં રહે છે. વેદાંતની માતા એક ગ્રાફિક્સ ઇઝાઈનર છે. અને પોતાના પુત્રના દરેક કામમા તેને સપોર્ટ કરે છે.

Download Our B K News Today App



Related News