નડિયાદ શહેરના મોટાભાગના માર્ગો ઉબડ ખાબડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-24 18:14:28
  • Views : 375
  • Modified Date : 2019-11-24 18:14:28

નડિયાદના જાહેર માર્ગો  નાગરિકો માટે જોખમી બની રહ્યા  છે. જેમાં શહેરના જાહેર માર્ગો ખાડાઓમાં ગરકાવ  થઈ ગયાં છે. જેના કારણે નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડે છે. પરંતુ રખડતા પશુઓ માટે પણ આ ખાડા જોખમી બન્યા છે. આમ ચોમાસુ ગયાને મહિનો થયો હોવા  છતાં જાહેર રસ્તાઓ ઉપરનાં ખાડાઓ પૂરવામાં આવ્યા નથી. જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળે છે. આમ આ ખાડાઓ વહેલી તકે પૂરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.આમ  ટુ-વ્હીલર ચાલકોને ખરાબ માર્ગોથી જોખમ સાથે વાહન ચલાવવુ પડે છે  અને ફોર વ્હીલરમાં પસાર થતાં લોકોને પછડાટો ખાવી પડે છે અને સાથે સાથે વાહનોને પણ નુકશાન થાય છે.  તેમજ શહેરમાં ઠેર ઠેર આવા ખાડાઓ છે. જો આવી જ ઘટના કોઇ સ્થાનિક સાથે થાય તો અઘટિત ઘટના સર્જાઇ શકે છે. શહેરમાં આવેલા આવા ખાડાઓ સત્વરે તંત્ર દ્વારા પૂરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

Download Our B K News Today App



Related News