નડ્ડા આજે પ.બંગાળના પ્રવાસે, 73 લાખ ખેડુતોને જોડાવા માટે એક મુઠ્ઠી ચોખા અભિયાન શરૂ કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-09 13:01:14
  • Views : 250
  • Modified Date : 2021-01-09 13:01:14

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ફરી એકવાર બંગાળ પ્રવાસ પર છે. તેઓ શનિવારે પૂર્વ બર્ધમાન જિલ્લાથી એક મુઠ્ઠી ચોખા અભિયાનની શરૂઆત કરશે. તેના દ્વારા ભાજપ રાજ્યના લગભગ 73 લાખ ખેડુતો સાથે જોડાશે. નડ્ડા બપોરે એક ખેડૂત પરિવારના ઘરે ભોજન પણ કરશે.નડ્ડા સૌ પ્રથમ બર્ધમાનના પ્રખ્યાત શ્રીરાધા ગોવિંદ મંદિરમાં પૂજા કરશે. ત્યારબાદ તેઓ એક રોડ શો કરશે. તેમજ પાર્ટીની કોર કમિટી સાથે બેઠક પણ કરશે. આ પછી, તેઓ જિલ્લાના જગદાનંદપુર ગામમાં સભા કરશે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી આખા રાજ્યમાં આવી ચાલીસ હજાર સભાઓ યોજાશે. નડ્ડા આજથી તેની શરૂઆત કરશે.

    ગયા મહિનામાં નડ્ડાએ બંગાળની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમના કાફલા પર હુમલો થયો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સમર્થકો પર હુમલાના આરોપ લાગ્યા હતા. હુમલાના કારણે બંગાળનું રાજકારણ ગરમાવો આવી ગયો હતો. આને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે તણાવ વધ્યો હતો. આ પ્રવાસના થોડા દિવસો બાદ નડ્ડા કોરોના પોઝિટિવ થયા હતા.

    આ દરમિયાન બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરશે. આ માટે ધનખડ શુક્રવારે સાંજે દિલ્હી પહોંછ્યા હતા. તેમણે કહ્યું કે આ સામાન્ય બેઠક છે. તેઓ રાજ્યના મુદ્દાઓ પર ગૃહમંત્રી સાથે વાત કરશે. 7 જાન્યુઆરીએ ધનખડ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે બેઠક પણ કરી હતી. પશ્ચિમ બંગાળમાં આ વર્ષે એપ્રિલ-મે માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ શકે છે.


Download Our B K News Today App



Related News