આ દરિયો નથી!! નડાબેટમાં સુંદર નજારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-04 11:19:37
  • Views : 701
  • Modified Date : 2020-09-04 11:19:37

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ નડાબેટ રણ હાલ પાણીના ટાપુમાં ફેરવાઈ ગયું છે. ચોમેર
પાણી જ પાણી નજરે પડી રહ્યુ છે. વરસાદી પાણી રણમાં ભરાવાના કારણે નયનરમ્ય નજારો સર્જાયો છે.
ભારત પાકિસ્તાન વચ્ચેની સરહદથી આશરે ૨૫ કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ વિસ્તારમાં કચ્છનું રણ વિસ્તરેલું છે. જે વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લાનો નડાબેટ વિસ્તાર આવેલો છે. ૧૯૭૧ માં નડાબેટ વિસ્તારમાં લગભગ ૧૦૦ થી ૧૫૦ લોકો વસવાટ કરતા હતા. ત્યાં નડેશ્વરી માતાનું પ્રાચીન મંદિર આવેલું છે. જ્યાં હજારો દર્શનાર્થીઓ દર્શન માટે જાય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના લીધે સીમા દર્શન બંધ છે, ત્યારે જુજ પર્યટકો નડાબેટ વિસ્તારમાં જઈ રહ્યા છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ૯૮ ટકાથી વધુ સીઝનનો વરસાદ થયો છે. સરહદી વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે. આથી નડાબેટનું સફેદ રણ બેટમાં ફેરવાયું છે. વરસાદી પાણીના લીધે નયનરમ્ય નજારો જોવા મળ્યો છે તેમ છતાં લોકો જુજ સંખ્યામાં નડાબેટની મુલાકાત લઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News