ધાનેરા તાલુકાના 61 ગ્રામ પંચાયતના સરપંચોએ 15માં નાણાંપંચની ગ્રાન્ટ બાબતે સરકાર સામે બાંયો ચઢાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-17 12:02:15
  • Views : 284
  • Modified Date : 2021-05-17 12:02:15

     એક તરફ સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસ દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે જેના કારણે સરકાર કોરોનાવાયરસ ની મહામારીમાં કોરોના કેસ ઓછા કરવા માટે રાત દિવસ મહેનત કરી રહી છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે હવે સરકારી અને સહકારી માળખા ના કર્મચારીઓની હડતાલ શરૂ થઇ છે જ્યાં એક તરફ સરકાર કોરોનાવાયરસ ની મહામારીમાં વ્યસ્ત છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક આંદોલન શરૂ થતા હવે કોરોનાવાયરસ ની મહામારીમાં લોકોની સેવા અટકાયત એવી શક્યતાઓ જોવા મળી રહી છે પોતાની માંગણીને લઇ આરોગ્ય કર્મચારીઓ અને સરપંચો દ્વારા સરકારમાં અનેકવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઇ જ પ્રકારનો જવાબ ન આપતા આખરે કંટાળેલા આરોગ્ય કર્મચારીઓ અને સરપંચો દ્વારા ઉગ્ર આંદોલન કરવા માટે મજબુર બન્યા છે.

     ગુજરાત સરકાર ને અત્યારે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ બની રહી છે કારણકે બે દિવસ અગાઉ આરોગ્ય વિભાગના કરાર આધારીત તબીબોએ સરકાર સામે હડતાલ કર્યા બાદ હવે બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના સરપંચોએ પણ સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે. સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે પરંતુ ગત વર્ષની 15 માં નાણાંપંચની ગ્રાન્ટનો પ્રથમ હપ્તો જુલાઈ 2020 અને બીજો હપ્તો ડિસેમ્બર 2020 માં જેતે પંચાયતોના ખાતામાં નાખવામાં આવ્યો હતો પરંતુ સરકાર દ્વારા નવો પરિપત્ર કરવામાં આવેલ કે 15 મા નાણાપંચની ગ્રાન્ટ વિકાસના કામોનાં પી,એફ,એમ,એસ સિસ્ટમથી ઓનલાઇન સરપંચ તથા તલાટીના સિગ્નેચર કી થી જ ઉપાડી શકાશે પરંતુ આ સિગ્નેચર કી આજ સુધી કોઈ પણ પંચાયતમાં ફાળવેલ નથી જેના કારણે તમામ ગ્રામ પંચાયતના પેમેન્ટ અટકી ગયા છે આ કારણે વહીવટી અને તાંત્રિક મંજુરી લીધા બાદ ગ્રામ પંચાયતોમાં સરપંચ દ્વારા વિકાસના કામો કરવામાં આવ્યા હતા પરંતુ નાણાં ઉપાડી ના શકતા હોવાના કારણે કોન્ટ્રાક્ટર કે લેબરોને મજૂરી અથવા તો વિકાસના કામો કરવા સરપંચ ગ્રાન્ટ વાપરી શકે તેમ નથી કેમ કે ઓનલાઇન સિસ્ટમથી ગ્રાન્ટ ઉપડતી નથી ત્યારે સરપંચ એસોસિએશનની માંગણી છે કે જૂની રીતે ગ્રાન્ટ ઉપડતી હતી તે રીતે આ વર્ષની ગ્રાન્ટ ફાળવવામાં આવે અને તો જો તાત્કાલિક ગ્રાન્ટ નહીં ફળવાય તો ધારણા કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી છે.

 

     કોરોના મહામારી વચ્ચે ધાનેરા તાલુકાના સરપંચ એસોસિયેશન દ્વારા ધારાસભ્ય થી મુખ્યમંત્રી સુધી રજુઆત કરવા છતાં 11 મહિનાથી ગ્રાન્ટ ના નાણાં ઉપાડી શકતા નથી તો બીજી તરફ સરપંચોને કોવિડમાં ગ્રામપંચાયતમાં કોવિડ સેન્ટર અથવા આઇસોલેશન કેન્દ્ર બનાવવા માટે પણ નાણાં નથી જે મામલે ધાનેરાના ધારાસભ્ય થી છેક મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજૂઆત પણ કરી હતી, તેમ છતાં કોઈજ કાર્યવાહી ન થતા હવે સરપંચો એ આંદોલન નો માર્ગ અપનાવવો પડે તેમ છે,માટે તાત્કાલિક ગ્રામપંચાયતો માં જૂની રીતે ગ્રાન્ટ ઉપાડી શકે તેવી વ્યવસ્થા થાય તેવી સરપંચો ની માંગ છે.

 

Download Our B K News Today App



Related News