ચૂંટણી ટાણે મારા નામનો ઉપયોગ થાય છે, અમે તો બંને સમાજ એક થાય એ માટે કોશિશ કરી છે, એમાં અમારો કોઈ સ્વાર્થ નથી: ખોડલધામ 'નરેશ'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-02 12:21:20
  • Views : 291
  • Modified Date : 2021-02-02 12:21:20

    ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ચૂંટણી ટાણે એક પક્ષ બીજા પર આક્ષેપ કરીને લોકોને આકર્ષિત કરવા માટે દાવપેચ લગાવી રહ્યા છે. ત્યારે ચૂંટણી સમયે લેઉવા પટેલ સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ઊંઝામાં ઉમાધામ જઈને લેઉવા અને કડવા પાટીદારને એક કરવાની વાત કરી હતી, જે બાદ વિવાદ ઊભો થયો છે. સવાલ એ છે કે દર વખત ચૂંટણી આવે ત્યારે જ કેમ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું નામ સામે આવે છે. પોપટ ફતેપરાએ આપેલા નિવેદન મુદ્દે નરેશ પટેલે કહ્યું હતું કે અમે તો બંને સમાજ એક થાય એ માટે કોશિશ કરી રહ્યા છીએ. એમાં અમારો કોઈ સ્વાર્થ નથી.

    ખોડલધામ ટ્રસ્ટના ચેરમેને ઊંઝામાં સરપંચથી સંસદ અને ક્લાર્કથી કલેક્ટર સુધી પાટીદારો હોવા જોઇએ તેવી પણ હાકલ કરી હતી. આ વાતને રાજકોટના વીંછિયાના કડવા પાટીદાર અગ્રણી પોપટ ફતેપરાએ માત્ર બનાવટ હોવાનું કહી નરેશ પટેલે કડવા પાટીદારોનો ઉપયોગ પોતાના રાજકીય રોટલા શેકવા માટે રાજ્યસભા અથવા 2022માં ચૂંટણી માટે લાભ લેવા બણગા ફૂંક્યાનો આક્ષેપ કર્યો છે. બંને સમાજ એક થાય એ માટે કોશિશ કરી છે. એમાં મારો કોઈ સ્વાર્થ નથી. ચૂંટણી આવે ત્યારે મારું નામ આવે છે. અમે તારીખ તો પહેલાં નક્કી કરી લીધી હતી અને જાહેર કરી દીધી હતી, પણ ચૂંટણીની તારીખ તો પછી જાહેર થઈ. ચૂંટણી ટાણે મારું નામ સામે આવે છે, પણ અમે તો લોકોને એક કરવાનો પ્રયાસ કરીએ છીએ.

    પોપટ ફતેપરાએ કહ્યું હતું કે બે લોકસભા પહેલાં કિરણ પટેલને ટિકિટ મળી ત્યારે તેને હરાવવા માટે નરેશ પટેલે પ્રયત્નો કર્યા હતા અને ફાર્મહાઉસમાં બેઠકો કરી હતી. સમાધાનને નામે માત્ર ડીંડક જ કર્યા છે અને હવે બે ચૂંટણીની તક તેમણે જોઈ છે. રાજ્યસભાની સીટ ખાલી થઈ છે તેમજ 2022માં વિધાનસભા આવે છે. આ બંનેમાંથી કોઇ એક સીટ મળી જાય તેવા અભરખા જાગ્યા છે, આ માટે જ આવા બણગા ફૂંકી રહ્યા છે. લેઉવા પાટીદારોના અગ્રણીઓ પછી તે કેશુબાપા હોય કે વલ્લભ કથીરિયા, બધાને ઉમિયાધામ સહિતનાં સંગઠનોમાં મુખ્ય મહેમાન બનાવ્યા છે.

  • - અલગ વૃત્તિ ધરાવે છે, કડવા પાટીદાર પણ તેમની શ્રેણીમાં આવી જશે
  • - અન્ય સમાજના ફાંટાઓ એક થઈ જશે અને સામે પડશે
  • - રાજ્યસભાની અથવા આગામી વિધાનસભામાં જીતીને સરકારનું હેલિકોપ્ટર જોઈએ છે

Download Our B K News Today App



Related News