'મારા સસરાએ મને પકડી લીધી ને મારઝુડ કરી, મારા અંતઃવસ્ત્રો તેના કપડા પર મૂકી દે છે' વડોદરાની પરિણીતાની પોલીસ ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-02 12:40:17
  • Views : 462
  • Modified Date : 2020-10-02 12:40:17

     વડોદરાના વાડી તાઇવાડા વિસ્તારમાં રહેતી પરિણીતાએ સાસુ-સસરા અને પતિ સામે માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા સસરાએ ઘરમાં મને પકડી લીધી, અપશબ્દો પોલીને ઝઘડો કરી મારી સાથે મારઝુડ કરતા હતા. મારા સસરા મારી બ્રા અને સેનેટરી પેડ તેના કપડા ઉપર મૂકી દેતા હતા. મે આ અંગે મારી સાસુને કહેતા તેઓ મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.

ન્હાવા જેવી સામાન્ય બાબતે પણ પતિ તેની પત્ની સાથે ઝઘડો કરતો
વડોદરા શહેરના વાડી તાઇવાડામાં પરિણીતા આતિફા(નામ બદલ્યુ છે) તેના પતિ વસીમ અબ્દુલરહીમ જંબુસરવાલા, સસરા અબ્દુલરહીમ જંબુસરવાલા, સાસુ મરીયમ જંબુસરવાલા અને દિયર સાથે રહેતી હતી. આતિફાને તેના સાસુ-સસરા અને પતિ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. પરિણીતાએ કરેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા સસરાએ ઘરમાં મને પકડી લીધી અને તેઓએ મને અપશબ્દો પોલીને ઝઘડો કર્યો હતો અને મારી સાથે મારઝુડ કરી હતી. મારા સસરા મારી બ્રા અને સેનેટરી પેડ તેના કપડા ઉપર મૂકી દેતા હતા. મે મારી સાસુને કહેતા તેઓ મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. આ તમામ હકિકત મારા પતિને જણાવી તો તેઓ પણ કંઇ ધ્યાન આપતા નહોતા. મારા પતિ મને અઠવાડિયામાં એક વાર ન્હાવા માટે જણાવતા હતા. તેઓ કહેતા કે, રોજ ન્હાવાથી સાબુ અને પાણીનો બગાડ થાય છે અના મારા દિકરાને એક રૂપિયો પણ વાપરવા આપતા નહોતા.

સસરા કહેતા કે, હું ઘરનો માલિક છું, ના રહેવુ હોય તો ઘરમાંથી નીકળી જા
હું મારા દિકરાને ઊંધાડતી ત્યારે મારા સાસુ-સસરા પંખો બંધ કરી દીધો હતો. જેથી મારો દિકરો ઊંઘમાંથી ઉઠી ગયો હતો. મારા સાસુ-સસરા મને જણાવતા હતા કે, શું પંખો તારા બાપે આપ્યો છે, તેમ કહીને માનસિક ત્રાસ આપતા હતા. હું જમવાનુ બનાવુ તેમાં મારા સાસુ પાણી નાખી દેતા હતા. આ તમામ હકિકત હું મારા પતિ અને સસરાને જણાવુ ત્યારે મારા સસરા કહેતા હતા કે, હું આ ઘરનો માલિક છું, તારે રહેવુ હોય તો રહે નહીં તો આ ઘરમાંથી નીકળી જા. તેમ કહીને મારા દિકરાને પણ માર મારતા હતા અને પુરૂ ખાવાનું પણ આપતા નહોતા. કંઇ પણ કહેવા જાઉ તો કહેતા કે, આભાર માન કે, તારા દિકરાને ખાવાનું મળે છે.

મારા દિયરની માનસિક સ્થિતિ ખરાબ હોવાથી તેઓ પણ હેરાન કરતા હતા
હું બપોરે મારા દિકરા સાથે ઊંઘુ તો કહેતા કે, અત્યારે અમારે આરામ કરવાનો સમય છે. તું તારી માના ઘરે જતી રહે. મારા દિયરની માનસિક સ્થિતિ ખરાબ હોવાથી તેઓ પણ હેરાન કરતા હતા. આ અંગે મે 181 અભયમ હેલ્પલાઇનની મદદ લીધી હતી. ત્યારે મારા પતિએ લેખિતમાં બાંહેધારી આપી હતી કે, મારો ભાઇ અને પિતા હવે તને હેરાન નહીં કરે. આ સમયે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને ત્યારબાદ સમાધાન કર્યું હતુ. જોકે ત્યારબાદ પણ મારા સાસુ-સસરા અને પતિ અવારનવાર કોઇને કોઇ બહાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જેથી મે ત્રણેય સામે ફરિયાદ નોંધાવી છે અને મારા દિયરની માનસિક સ્થિતિ બરાબર ન હોવાથી તેમની સામે કોઇ કાર્યવાહી કરાવવા માંગતી નથી.

Download Our B K News Today App



Related News