કોરોનાનો રાફડો ફાટતા પોઝિટિવ કેસનો આંક 3585 પર પહોંચ્યો, મૃત્યુઆંક 137 અને 2379 રિકવર થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-22 15:05:21
  • Views : 684
  • Modified Date : 2020-06-22 15:05:21

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ચાર દિવસથી કોરોનાના 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જેથી શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 3585 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરાનાના દર્દીઓને મૃત્યુઆંક 137 થયો છે. ગત રોજ શહેરમાંથી 59 અને જિલ્લામાંથી 11 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 2379 થઈ ગઈ છે.

ડોક્ટર, સાડીનો દુકાનદાર, કરિયાણાવાળો, કેબલ ઓપરેટર કોરોના સંક્રમિત
કોરોના સંક્રમિતમાં  ખાનગી હોસ્પિટલના ડોકટર, મોટા વરાછાના સાડીનો દુકાનદાર, સગરામપુરાના જમીન દલાલ, કેબલ ઓપરેટર, એક અખબારનો કર્મચારી, પ્રાઇવેટ સ્કૂલના રિક્ષા ચાલક, બોમ્બે માર્કટનો વોચમેન, સુથાર, વેડરોડના કરીયાણાના દુકાનદાર અને  હીરાના કામ સાથે સંકળાયેલા 30થી વધુ વ્યકિતઓ કોરોનામાં સપડાયા હતા.

સિવિલમાંથી વધુ 6 દર્દીને હોમ આઇસોલેશન કરાયા
નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા પૈકી 6 દર્દીઓને તાવ કે અન્ય કોઇ તકલીફ ન હતી. જેથી ડોકટરે રવિવારે વધુ 6 દર્દીઓને સલાહ અને માર્ગદર્શન આપીને ઘરે સારવાર લેવા સાથે આઇસોલેશન કર્યા હતા.

સિવિલમાં સારવાર લેતા 263 દર્દી ગંભીર
સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામાં 137 વ્યક્તિઓના મોત થયા છે. સુરત નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 484 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ

Download Our B K News Today App



Related News