કોરોનાથી આજે શહેરમાં 2 મહિલાના મોત સાથે મૃત્યુઆંક 9 ઉપર પહોંચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-20 18:17:28
  • Views : 793
  • Modified Date : 2020-04-20 18:23:03

વડોદરામાં કોરોના વાઈરસના આજે સવારે વધુ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અને સાંજે વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી કોરોના પોઝિટિવની સંખ્યા 191 ઉપર પહોંચી ગઇ છે. વડોદરાના નવા 7 પોઝિટિવ કેસ પૈકી 6 કેસ રેડ ઝોન નાગરવાડા વિસ્તારમાં અને એક કેસ ગાજરાવાડી વિસ્તારમાં નોંધાયો છે. વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં પ્રથમ પોઝિટવ કેસ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં સસરા અને પુત્રવધુનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરિવારના 5 સભ્યોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.વડોદરા શહેરમાં કોરોના વાઈરસના વધુ 5 કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે વડોદરા શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 191 ઉપર પહોંચી ગઇ છે. વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી આજે 2 મહિલાના મોત થયા છે. વડોદરાના રેડ ઝોન નાગરવાડા વિસ્તારમાં 60 વર્ષના મહિલા લીલાબેન શ્યામભાઇ કહારનું કોરોના વાઈરસથી મોત થયું છે. તેઓ છેલ્લા 3 દિવસથી સારવાર લઇ રહ્યા હતા. તેઓ છેલ્લા 2 વર્ષથી હાઇપરટેન્શનની બીમારીથી પીડાતા હતા. આ ઉપરાંત વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારના રાણાવાસની 55 વર્ષની મહિલા ગીતાબેન રાણાનું કોરોના વાઈરસથી મોત નીપજ્યું છે. આ મહિલાને 17 એપ્રિલના રોજ સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તેનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મોડી રાત્રે દોઢ વાગ્યે મહિલાનું મોત થયું હતું. આજે વહેલી સવારે 5:30 વાગે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વડોદરામાં અત્યાર સુધી 9 લોકોના કોરોના વાઈરસથી મોત થયા છે.મહિલા છેલ્લા 6 વર્ષથી ડાયાબિટિસની બીમારીથી પીડાતી હતીતેપુરા વિસ્તારના રાણાવાસની 55 વર્ષની મહિલા ગીતાબેન રાણા છેલ્લા છેલ્લા 6 વર્ષથી ડાયાબિટિસની બીમારીથી પીડાતી હતી. મહિલાના પતિનું પણ સેમ્પલ રવિવારે લેવામાં આવ્યું હતું. જોકે તેનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે.ન્યૂ સમા રોડ, છાણી અને ફતેપુરાને રેડ ઝોન જાહેર કરાયાવડોદરા શહેરના ન્યૂ સમા રોડ ઉપર આવેલી રાંદલધામ સોસાયટી અને ફતેપુરા વિસ્તારના રાણાવાસ અને સેફ્રોન બ્લીસ-સીતારામ કોમ્પલેક્ષ છાણી વિસ્તારના લોકોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને લોકોને હોમ ક્વોરન્ટીન રહેવા માટે મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામુ બહાર પાડીને આદેશ કર્યો છે. અને ન્યૂ સમા રોડ, છાણી અને ફતેપુરા વિસ્તારને રેડ ઝોન જાહેર કરાયા છે.રેડ ઝોન જાહેર કરાયા

Download Our B K News Today App



Related News