થરા પ્રગતિ બેંક દ્વારા ત્રણ મૃતકના વારસદારોને ચેક વિતરણ કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-02 12:09:41
  • Views : 529
  • Modified Date : 2019-06-02 12:09:41

કાંકરેજ તાલુકાના થરા નગરમાં આવેલ ધી પ્રગતિ કો.ઓ. બેંક, લી.દ્વારા પ્રધાનમંત્રી જીવન જયોતિ વિમા અંતર્ગત વાર્ષિક રૂ ૧,૩૩૦ના નજીવા પ્રીમિયમે રૂ/ બે લાખના જીવન વિમાનો લાભ આપવામાં આવે છે. ગત વર્ષમાં પ્રગતિ બેંકના આવા ત્રણ વિમા ધારકોના આકસ્મીક અવસાન થયેલ  જેમાં જીગ્નેશકુમાર ગણપતભાઈ મોચી, અક્ષયકુમાર હશુભા વાઘેલા અને પ્રજાપતિ મીનાબેન ભગવાનભાઈ પ્રજાપતિના વારસ દારોને વિમાકંપની દ્વારા બે.બે લાખ રૂપિયાના ચેરપર્સન કરવામાં આવેલ. જેનું વિતરણ પ્રગતિબેંકના ચેક પલત શ્રીમતિ પ્રભાબેન ચીનુભાઈ પાંચાણી, પૂર્વ ચેરમેન ચીનુલાલ શીવલાલ શાહ પાંચાણી મંગલભાઈ ઝવેરી, અતુલભાઈ શાહ, દિનેશભાઈ બી.શાહ જતીનકુમાર ધાણધારા, શાંતિલાલ શાહ, દેવેન્દ્રકુમાર પાંચાણી, હસમુખભાઈ પટેલ, દિનેશભાઈ સોની, રાજુભાઈ સોની તથા બેંક મેનેજર અરવિંદભાઈ શાહની ઉપસ્થિતિમાં મૃતકોના વારસદારોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ચેરપર્સને જણાવ્યું હતુ. કે વાર્ષિક રૂ/ ૧૨ના પ્રીમિયમથી રૂ/ બે લાખનો અકસ્માત વિમો ૭૦ વર્ષની ઉંમર સુધી તથા રૂ/ ૩૩૦ના પ્રીમિયમથી બે લાખનો જીવન વીમો ૫૦ વર્ષની ઉંમર સુધી લઈ પરિવારને સુરક્ષીત બનાવી શકાય છે. 


Download Our B K News Today App



Related News