દાંતા તાલુકાના પેથાપુર મુકામે રૂ. ૧૧.૫૦ કરોડના ખર્ચથી નદી ઉપર પુલ બનવાથી ગ્રામજનોની મુશ્કેલીઓનું સુખદ નિરાકરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-18 10:55:43
  • Views : 436
  • Modified Date : 2019-07-18 10:55:43


આપણા લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના શાસનમાં ગુજરાતમાં તમામ ક્ષેત્રોમાં ઝડપી સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. તે સાથે લોકોની આવક, સુવિધા અને સુખાકારીમાં પણ નોંધપાત્ર પ્રગતિ જોવા મળે છે.  કૃષિ અને પશુપાલન તથા ઔધોગીક વિકાસમાં ગુજરાત રાષ્ટ્રી ય કક્ષાએ અગ્ર હરોળમાં છે. દુનિયાભરના ઉધોગપતિઓ ગુજરાતમાં જંગી રકમના મુડીરોકાણો કરી રહ્યા છે.
પરિણામે રાજયના યુવાધનને ઘરઆંગણે જ રોજગારીની ઉજ્જવળ તકો ઉપલબ્ધી બની છે. સરકારના લોકહિત અને વિકાસલક્ષી અભિગમ તથા સક્રિય પ્રયાસોને લીધે ગુજરાત વિવિધ ક્ષેત્રોમાં સિધ્ધિીઓનાં શિખરો સર કરી રહ્યું છે. સરકારની લોક કલ્યાધણકારી યોજનાઓ દેશનાં અન્ય
રાજયો માટે પ્રેરણાદાયી બની છે. ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે આમુલ પરિવર્તન આવ્યું છે. નજીકના સમયમાં ગુજરાતનું યુવાધન વૈશ્વિક કક્ષાએ ગુજરાતનું અને દેશનું નામ રોશન કરશે.
રાજય સરકારીની આરોગ્યલક્ષી યોજનાઓ નાગરિકો માટે આશીર્વાદરૂપ નિવડી છે. છેવાડાના વિસ્તારો સુધી રસ્તો, પાણી, વીજળી, આરોગ્યે, શિક્ષણ સહિત તમામ સુવિધાઓ સારી રીતે ઉપલબ્ધ બની છે. રાજયમાં ચોમેર સર્વાંગી વિકાસ અને શ્રેષ્ઠ, શાસન વ્યવસ્થાથી પ્રજા આનંદ અને ગૌરવ અનુભવે છે.
બનાસકાંઠા જિલ્લામાં તાલુકા મથક દાંતાથી આશરે બે કિ.મી.ના અંતરે
પેથાપુર ગામ પાસે અર્જુની નદી આવેલી છે. ચોમાસામાં જયારે વધારે પાણી આવે ત્યારે પેથાપુર, પાતળીયા, માનપુર, વાઘડાચા વગેરે ગામોના લોકોને મુશ્કેલી થતી. વિદ્યાર્થીઓને શાળાએ
જવા-આવવામાં પણ મુશ્કેલી થતી. બીમારીના સમયે તો નદીમાં પાણી હોય ત્યારે વધુ મુશ્કેલી થાય.
આખરે આ ગામોના લોકોએ મળીને વિચાર્યુ કે આ સરકાર તો પ્રજા વત્સલ અને સંવેદનશીલ સરકાર છે તો ચાલો આપણે ગાંધીનગર જઇ આપણી મુશ્કેલીની વાત કરીએ અને કેટલાંક ગ્રામજનો  સાથે મળી આ વિસ્તાનરના અગ્રણી સતલાસણાના  વસંતભાઇ રાવલ સાથે ગાંધીનગર જઇને નાયબ મુખ્ય મંત્રી  નીતિનભાઇ પટેલને મળી પોતાની મુશ્કલીની વાત કરી. નાયબ મુખ્યમંત્રીએ ગ્રામજનોની મુશ્કેલીઓને શાંતિથી સાંભળીને કહ્યું કે તમારી મુશ્કેલીઓનું ઝડપથી નિરાકરણ થઇ જશે.
નાયબ મુખ્યીમંત્રી નીતિનભાઇ
પટેલની સુચનાને લીધે પેથાપુર મુકામે આવેલ અર્જુની નદી ઉપર રૂ. ૧૧.૫૦ કરોડના ખર્ચથી સરસ પુલ બન્યો છે. આ પુલ બનવાથી આ વિસ્તારના ગ્રામજનોની મુશ્કેલીઓનું કાયમી અને સુખદ નિરાકરણ આવ્યું છે.
આ અંગે પ્રતિભાવ આપતાં પેથાપુરના નિવૃત શિક્ષક  ગોવિંદભાઇ પ્રજાપતિએ કહ્યું કે આ નદીને લીધે ચોમાસામાં અમને બહુ મુશ્કેલીઓ પડતી હતી. પરંતુ પ્રજાવત્સલ અને સંવેદનશીલ આ સરકારે અમને પુલ બનાવી આપ્યો  છે. તેમણે કહ્યું કે આ સરકારે અમને બહુ મોટી સુવિધા આપી છે તેથી અમે આ સરકારના આભારી અને ઋણી છીએ. સરપંચ મનુભાઇ દરજીએ કહ્યું કે પુલ બનવાથી આ વિસ્તારરનો વિકાસ વધુ ઝડપી બનશે. સરપંચે કહ્યું કે પ્રજાને સુવિધા આપવા માટે આ સરકાર જ આવા કામ કરી શકે. તેમણે ગ્રામજનો વતી સરકારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.  ઉલ્લેખનીય છે કે આ પુલ બનવાથી પેથાપુર સહિત આ વિસ્તારના ગ્રામજનો આનંદ વિભોર બન્યા  છે. ૧૨૦ મીટર લંબાઇ અને ૧૦ મીટર પહોળાઇ ધરાવતા આ મેજર પુલથી પેથાપુરની આમુલ
કાયાપલટ થઇ છે. ગ્રામજનોએ પ્રતિભાવ આપતાં આનંદભેર એમ કહ્યું કે આને કહેવાય પ્રજાવત્સલ, સંવેદનશીલ અને નિર્ણાયક સરકાર... જેનો અમને સુખદ અહેસાસ થયો છે.
અહેવાલ- માનસિંહ સિસોદીયા
સિનીયર સબ એડીટર
(માહિતી બ્યુરો, પાલનપુર)

Download Our B K News Today App



Related News