ભાભરમાં મુશળધાર વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-01 11:45:15
  • Views : 493
  • Modified Date : 2019-10-01 11:45:15

 બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. રવિવાર રાતથી શરૂ થયેલો વરસાદ હજુ સુધી ચાલુ રહ્યો છે . સાર્વત્રિક વરસાદ થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે બીજી તરફ ભાભર વિસ્તારમાં ૫ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા સર્વત્ર પાણી
પાણી જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. 
સોમવારે સવારે ૬ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં ભાભરમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. અનરાધાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયુ છે.  સતત પડી રહેલા વરસાદને કારણે વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી ભુગર્ભ ગટર લાઈન પાણી ન ગાળી શકતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

Download Our B K News Today App



Related News