ડીસા બસ સ્ટેશનમાં પ્રવેશતા કોઈ મુસાફરનું ચેકિંગ કરાતું નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-03 11:53:35
  • Views : 400
  • Modified Date : 2020-12-03 11:53:35

 દિપાવલીના તહેવારો
પછી બજારોમાં એકત્ર થયેલી ભીડ બાદ હવે કોરોનાનું સંક્રમણ તેનો રંગ દેખાડી રહ્યું છે. ત્યારે અગાઉ ડીસા બસ સ્ટેશનમાં પ્રવેશતા જ ટેમ્પરેચર ચેક કરવામાં આવતું હતું. જે હવે બંધ કરી દેવાયું છે. અને કર્મચારીની ખુરશી પણ ખાલી
પડેલી જોવા મળે છે. જેથી મુસાફરી માટે મુસાફરો બિન્દાસ રીતે બસ સ્ટેશનમાં પ્રવેશ કરી રહ્યા છે. પરિણામે કોરોના સંક્રમણની સંભાવના વધી ગઈ છે.
   કોરોનાની રાજ્ય સરકારે જાહેર કરેલી ગાઇડ લાઇનનું ડીસા બસ સ્ટેશનમાં પાલન થતું નથી. અને ઉલ્લંઘન થઈ રહ્યું છે. ડીસા બસ સ્ટેશનમાંથી
ઉપડતી કેટલીક બસમાં વધુ
પડતાં મુસાફરો બેસાડીને લઈ જવાય છે. આવી જ એક રાધનપુર તરફ જઇ રહેલી બસના કંડકટર સામે વધું મુસાફરો બેસાડવા બદલ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરાતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે ડીસા બસ સ્ટેશનમાં પ્રવેશ કરતા મુસાફરોનું અગાઉ ટેમ્પરેચર ગનથી ચેકિંગ કરાતું હતું. તે ઉલ્ટાનું કોરોનાના કેસ વધતા બંધ કરી દેવામાં આવ્યું છે. અને બસમાં બેસવા જતા મુસાફરો બિન્દાસ રીતે સ્ટેશનમાં પણ
તપાસ વગર પ્રવેશ કરી રહ્યા છે. જેને લઇને કોરોનાનું સંક્રમણ વધવાની સંભાવના અનેક ગણી વધી છે. વળી બસ સ્ટેશનમાં કોરોનાની ગાઇડલાઇન મુજબ મુસાફરોને બેસાડવાના બદલે ઓવરલોડ મુસાફરો બેસાડી બેદરકારી દાખવવામાં આવી રહી છે. જેની સામે કાર્યવાહી કરવાની જરૂર છે.

Download Our B K News Today App



Related News